તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ:જિલ્લામાં મતદાર બનવા 7484 ફોર્મ ભરાયા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે ચૂંટણી અધિકારી સહિતનાઓએ કામગીરીની સમીક્ષા કરી હતી. - Divya Bhaskar
જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે ચૂંટણી અધિકારી સહિતનાઓએ કામગીરીની સમીક્ષા કરી હતી.
 • 22 અને 29 નવેમ્બર બાદ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો આજે ત્રીજો રવિવાર
 • ચૂંટણી કાર્ડમાં નામ, અટક, સરનામા, ફોટામાં સુધારો કરવા 2480એ ફોર્મ ભર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં તા. 22 અને 29 નવેમ્બરને રવિવારે બુથ લેવલે થયેલી કાર્યવાહીમાં જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પરથી 7484 યુવાઓએ મતદાર બનવા ફોર્મ ભર્યા છે. આજે આ કાર્યક્રમ અંતર્ગત ત્રીજો રવિવાર છે. સવારના 10 થી સાંજના 5 સુધી મતદારો નામ ઉમેરો, કમી, સુધારા-વધારા માટેના ફોર્મ ભરી શકશે. ભારતીય ચૂંટણી પંચના આદેશ મુજબ સમગ્ર રાજયમાં વિધાનસભા બેઠકો વાઇઝ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. તા. 22 અને 29 નવેમ્બર તથા 6 અને 13 ડિસેમ્બરના રોજ મતદાન મથકોએ જ બીએલઓની હાજરીમાં નવા મતદારો મતદાર કાર્ડ કઢાવવા માટેના ફોર્મ ભરી શકશે.

તા. 1-1-2021ની સ્થીતીએ 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તેવા લોકો અને ખાસ કરીને યુવાનો ફોર્મ મતદાર કાર્ડ કઢાવવા ફોર્મ ભરે તે માટે ચૂંટણી વિભાગે તૈયારી હાથ ધરી છે. જેમાં તા. 22 અને 29 નવેમ્બરે 7484 યુવાઓએ મતદાર કાર્ડ કઢાવવા ફોર્મ ભર્યા છે. જયારે 2082 મતદારોએ નામ કમી કરાવવા ફોર્મ ભર્યા છે. આ ઉપરાંત ચૂંટણી કાર્ડમાં નામમાં, અટકમાં, સરનામામાં, ફોટામાં સુધારો કરવા માટે પણ 2480 મતદારોએ ફોર્મ ભર્યા છે. આજે તા.6 ડિસેમ્બરના રોજ ત્રીજો રવિવાર છે. હજુ તા. 13 ડિસેમ્બરે પણ જિલ્લાના તમામ મતદાન મથકોએ આ કાર્યવાહી હાથ ધરાનાર છે.નોંધનીય છે કે, રાજયની 8 વિધાનસભા કે જયાં પેટા ચૂંટણી યોજાઇ ત્યાં હજુ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અમલી કરાયો નથી. આથી લીંબડીમાં ચૂંટણી આચારસંહીતા પૂર્ણ થયા બાદ તા. 13 અને 20 ડિસેમ્બરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિધાનસભા મત વિસ્તારમાં આવતા 326 મતદાન મથકોએ હાથ ધરાશે.

બેઠક વાઇઝ ભરાયેલા ફોર્મની યાદી

વિધાનસભા બેઠકમતદાન મથકોનવા મતદાર બનવા ફોર્મકમી કરવા ફોર્મસુધારા માટે ફોર્મ
દસાડા3021767519409
વઢવાણ2801926357822
ચોટીલા3001992690425
ધ્રાંગધ્રા3291799506824
કુલ1211748420822480
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો