તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિફોર્મ વિતરણ:જિલ્લામાં આંગણવાડીનાં 37051 બાળકોને 74102 યુનિફોર્મ અપાયાં

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી બાળકો આંગણવાડીઅે જઇ શકતા નથી
  • 3500થી વધુ કર્મીઓ આંગવાડીમાં ફરજ બજાવી રહ્યા છે

જિલ્લામાં 37051 બાળકોને બે- બે જોડી યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. પરિણામે 74102 જેટલા યુનિફોર્મ મળતા બાળકોના ચહેરાઓ પર સ્મિત લહેરાયુ હતુ.

જિલ્લામાં 0થી 3 તેમજ 3થી 6 વર્ષના બાળકો માટે 1348 આંગણવાડીઓ કાર્યરત છે. જેમાં વઢવાણ, લખતર, ચુડા, લીંબડી, ધ્રાંગધ્રા, મૂળી, સાયલા,ચોટીલા, પાટડી, થાન જેવા તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાની આંગણવાડીઓમાં અનેક ભુલકાઓ તેનો લાભ લેતા હતા. જેમાં સવારે 9.30થી શરૂ થતી આંગણવાડીમાં ભુલકાઓ આવતા હતા અને તે સમય દરમિયાન સવારે ગરમ તેમજ 1.30 કલાકે પણ નાસ્તો આપી તેનો શિક્ષણ પ્રત્યે જ્ઞાન આપવામાં આવતુ હતુ. પરંતુ કોરોનાની મહામારીના કારણે અંદાજે છેલ્લા દોઢ વર્ષથી બાળકો હજુ પણ આંગણવાડી કેન્દ્રો પર જઇ શકતા નથી. પરંતુ તંત્ર દ્વારા તેમને ઘેર ઘેર જઇને રમકડાઓ સાથે શિક્ષણ આપીને સુખડી તેમજ દર માસે પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરિણામે આ વર્ષે બાળકો યુનિફોર્મથી વંચિત ન રહે તે માટે જિલ્લા આઇસીડીએસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 37051 બાળકોને બે-બે જોડી સાથે કુલ 74102 યુનિફોર્મો આપવામાં આવતા બાળકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

બાળકોને અપાતુ જ્ઞાન
આંગણવાડીઓમાં બાળકોને વિવિધ પ્રકારનું જ્ઞાન આવામાં આવે છે. ત્યારે બાળકોને કલર ઓળખ, અઠવાડીયાના નામ, બાળકના તમામ ઘરના સભ્યોના નામ, અનાજની ઓળખ, અભિનય ગીતો, બાળવાર્તા, વાર્તાઓ સાથે બૌધ્ધિક જ્ઞાન, તેમજ તમામ રમતો સાથેની ગમત.

અન્ય સમાચારો પણ છે...