હળવદ શહેરના કુંભારપરા વિસ્તારમાથી પોલીસે બાતમીને આધારે દરોડો પાડી બુટલેગર મુકેશ ઉર્ફે બુટી નામના શખ્સને એક બોટલ દારૂ સાથે ઝડપી લીધા બાદ ખાખીનો કલર બતાવતા જ બુટલેગર બુટીએ પોતાના રહેણાંક મકાનના બાથરૂમમાં છુપાવેલી 72 બોટલ દારૂનો જથ્થો કાઢી આપતા પોલીસે પ્રોહીબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ મથકના પોલીસ કોન્સટેબલ ગંભીરસિંહ વાઘજીભાઈ તથા બીપીનભાઈ મંગળભાઈએ બાતમીના આધારે આરોપી મુકેશભાઈ ઉર્ફે બુટી રાણાભાઈ મુંધવાને એક બોટલ સાથે ઝડપી લીધા બાદ સઘન પૂછતાછમાં પોતાના કુંભારપરા વિસ્તારમાં રામાપીરના મંદીર પાસે આવેલા રહેણાંક મકાનમા બાથરૂમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ-72 કિંમત રૂપિયા 25,400ની ઝડપી પાડી હતી.
આ સફળ કામગીરી હળવદ પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એમ.વી.પટેલ, પોલીસ હેડ કોન્સટેબલ કિશોરભાઈ મનજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ, બીપીનભાઇ મંગળભાઈ, ગંભીરસિંહ વાઘજીભાઈ, તેજપાલસિંહ મહિપતસિંહ, કમલેશભાઇ રાજુભાઈ તથા વુમન પોલીસ કોન્સટેબલ અસ્મિતાબેન પોપટભાઈ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.