ખરાબ રસ્તાથી પરેશાન:વઢવાણ વિકાસ વિદ્યાલય પાસેનો 700 મીટર કાચો રસ્તો બિસમાર લોકોને મુશ્કેલી

સુરેન્દ્રનગર‎17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ રસ્તાથી 3 ગામડાંના લોકો સહિત વાહનચાલકો પરેશાન

વઢવાણ શહેરના અનેક ખરાબ રસ્તાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે વઢવાણ રેલવે ફાટકથી લઇને વિકાસ વિદ્યાલય તરફનો કાચો રસ્તો બિસમાર બનતા રાહદારી-વાહનચાલકો ત્રસ્ત બની ગયા છે. આ રસ્તો માળોદ, ખોલડીયાદ, રામપરા સહિતના ગામડાઓને પણ જોડે છે.

ત્યારે રસ્તાને રિપેરીંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. વઢવાણ ફાટકથી લઇને વિકાસ વિદ્યાલય તરફનો અંદાજે 700 મીટરનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસમાર બની ગયો છે. આ રસ્તા પર વિકાસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, કર્મીઓ તેમજ માળોદ, ખોલડીયાદ, રામપરા સહિતના ગામડાના લોકો પણ પસાર થઇ રહ્યા છે. પરંતુ આ રસ્તા પર ડમ્પરો સહિતના વાહનો દિવસ-રાત દોડતા હોવાથી મસમોટા ખાડાઓ પડી ગયા છે.

જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રસ્તા પરથી ખાડા સહિતની કડો પડી ગઇ હોવાથી બાઇક સહિતના વાહનો પણ સ્લીપ ખાઇ રહ્યા છે. આ અંગે મહેન્દ્રભાઈ રાઠોડ, અતુલભાઇ મકવાણા વગેરે સહિતના લોકોએ જણાવ્યું કે, વઢવાણ શહેરમાં ગ્રામ્ય પંથકના મોટી સંખ્યામાં લોકો હટાણુ કરવા આવતા હોય છે તેમજ વિકાસ વિદ્યાલયમાં પણ ગામડાની દિકરીઓ અભ્યાસ કરી રહી છે.

પરંતુ આ એક તો કાચો રસ્તો છે તેમાંય અવાનવાર માટી સહિતની ચીજવસ્તુઓ નાંખીને થીંગડા મારી દેવામાં આવે છે. અને થોડા સમય પછી પાછી રસ્તાની હાલત ખરાબ થઇ જાય છે. બીજી તરફ આ રસ્તો પાલિકામાં આવે છે કે રેલવે તંત્રમાં તે પણ લોકો માટે સવાલ છે. પાલિકાના કચરાના ટ્રેકટરો સહિતના વાહનો પણ આ રસ્તા પરથી પસાર થાય છે. આથી આ રસ્તા પર કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા કાયમી નિવારણ આવે તેવી જવાબદાર તંત્ર દ્વારા કાર્ય.વાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...