તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લામાં પોલીસના જુગાર પરના દરોડામાં 70 જુગારી પકડાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર,વઢવાણ, મૂળી, સાયલા, ધ્રાંગધ્રા સહિતના દરોડામાં 4,86,980નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારના દિવસોને લઇને જુગારની રંગત જામી છે. તો બીજી તરફ આવા જુગારીઓને ઝડપી પાડવા પણ પોલીસ તંત્રમાં દોડ જામી છે. પોલીસના હાથે ઝડપાતા જુગારીઓની સંખ્યા વધી રહી છે. સુરેન્દ્રનગર, વઢવાણ, મૂળી, સાયલા, ધ્રાંગધ્રા સહિતના સ્થળોએ જુગાર રમતા 70 શખસને પોલીસે રૂ. 4,86,980ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

સુરેન્દ્રનગર સિટી પોલીસ ટીમે બાતમીના આધારે દાળમીલ રોડ પર રાજરાજેશ્વરી મઢુલી પાસે રહેણાંક મકાનમાં દરોડો પાડતા હરપાલસિંહ ઝાલા, અશોક મકવાણા, સુરેશ અઘરોજિયા, રજાક મોવર, વિપુલ રિબડિયા, કમલેશ ખોખલિયા, રાજુ વીરમગામી, કૈલાશ બુટિયાને ઝબ્બે કરી રોકડા 55,700, મોબાઇલ-7 રૂ.11000 સહિત રૂ.66,700નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. બીજો એક દરોડો શહેરના ડેમરોડ હેલીપેડ સામે કરાતા રવિરાજસિંહ રાણા, વિજયસિંહ ચુડાસમા, નિકુંજ માંડલિયા, સૂર્યદીપ જાનીને જુગાર રમતા ઝડપી તેમની પાસેથી રોકડા 18,200, 4 મોબાઇલ રૂ.6500 કુલ રૂ.24,700નો મુદ્દામાલ જપ્ત કરી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

જોરાવરનગર પોલીસ મથકના પીએસઆઈ એન.એચ.કુરેશી સહિતની ટીમે મોટા મઢાદ ગામની સીમમાં ખૂલ્લી જગ્યામાં રેડ કરતા વાલજી ગાડલિયા, પ્રકાશ ઝીંઝુવાડિયા, વહાણ સાંકરિયા, હકા ઝીંઝુવાડિયા, મુના ઝીંઝુવાડિયા, વિક્રમ ગાદલિયા, અનક ગાદલિયા, મહેશ સાકરિયા, દિલીપ ઝીંઝુવાડિયા, પાચા રાતોજા, વનરાજ ઘુઘલિયાને કુલ 44,020ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. અનીલ ઝીઝુંવાડિયા, વિજય ઝીઝુંવાડીયા, મુના કોડિયા નાસી છૂટ્યા હતા.

વઢવાણના મૂળચંદ રોડ રામદેવનગરમાં પીએસઆઈ એસ.બી.સોલંકી, પીએસઆઇ બી.બી.રાઠૌર સહિતની ટીમે રેડ કરતા જુગાર રમતા ભાવુભા ગોહિલ, સોમા ઓગણિયા, હરેશ ધોળકિયા, પ્રકાશ કલોત્રા, હર્ષદ ઓગણિયા, ચાઉન પરોડિયા અને સિંધા ઓગણિયાને કુલ રૂ. 11,350ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે વઢવાણ ગ્રીડ સ્ટેશન સામે બંધ પેટ્રોલપંપ પાછળ મફતીયપરામાં ખૂલ્લી જગ્યામાં એસ.જી.ગોહિલ, અજીતસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ, હિનાબેન, અશ્વિનભાઇ સહિતની ટીમે રેડ કરતા જુગાર રમતા ઇમ્તિયાઝ ઢુસા, અભરામ ભુવાત્રા, ફિરોજ ખલીફા, વિષ્ણુ અસાણિયા અને રજત અસાણિયાને રૂ. 14300ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતની ટીમે રામ સોસાયટી હનુમાનજીના મંદિર પાસે જુગારની રેડ કરતા હરેશ ડોડિયા, જીતુ પરમારને રૂ.3500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ખજેલી ગામમાં રામજીમંદિર પાસે રવિન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ, પ્રદીપભાઈ, વિજયભાઈ સહિતની ટીમે રેડ કરી જુગાર રમતા હકા ધરજિયા, ચંદુ ધરજિયાને 10160ની મતા સાથે પકડી પાડ્યા હતા.

પીએઆઇ એસ.એસ વરૂનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં હર્ષરાજસિંહ, રાયસંગભાઇ, વિશ્વરાજસિંહ, રોહિતભાઇ સહિતનાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે રાયસંગભાઇને મળેલી બાતમીના આધારે ખાખરાળા ગામે રેડ કરી હતી. જેમાં ખાખરાળાનાં રાજુ વિઝપાડિયા, વિક્રમ મારુણિયા, રોહિત સાતોલા, દશરથ સાતોલા તેમજ રાહુલ મારૂણિયાને જુગાર રમતા ઝડપી 10500નો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરાઇ હતી

ધજાળા પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા, ભીખાભા રતન, મુનાભાઇ ચૌહાણ અને હિતેષભાઇ જિડિયા સહિતના પોલીસકર્મીઓએ નોલીના ડેમ કાંઠે સુરેશભાઇ પીઠુભાઇ ખાચર બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે રેડ કરતા સુરેશ ખાચર, રાધેશ્યામ બરોલિયા, જીલુ ગોઢકિયા, રવુ ખાચર, ભાભલુ ખાચર, સુખરામ બરોલિયાને જુગાર રમતા કુલ રૂ. 1,40,640ના મુદ્દામાલ ઝડપી લીધા હતા.

બીજા બનાવમાં ધજાળા પોલીસે ગરાંભડી ગામે વગડિયાવાળી સીમ જમીનમાં જુગાર રમતા જેશીંગ વાળા, વિના ડાભી, અતુલ મીઠાપરા, દેવા સરવૈયા, ધીરુ કુકડીયા, રમેશ મીઠાપરા, ભના મીઠાપરાને કુલ રૂ. 1,07,250ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. સાયલાના મંગળકુઇ ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધજાળા પોલીસે રેડ કરતા હિતેષ ગરાંભડીયા, જગા સાબળિયા, દિનેશ સાબળિયા, રસીક ડાભી અને પથા પરાલિયાને કુલ રૂ. 8760ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...