તપાસ:સુરેન્દ્રનગરમાંથી ગુડદી પાસાનો જુગાર રમતાં 7 ઝબ્બે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 36,700નો મુદામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કુંભારપરાના નાકે આવેલા પેટ્રોલ પમ્પની સામેની ગલીમાંથી જુગાર રમતા 7 જણને ઝડપી રોકડ રકમ અને મોબાઇલ સહિત રૂ. 36,700ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે જુગાર રમતા સંજયભાઈ વીનુભાઈ દેહગામા, નવઘણભાઈ નાનુભાઇ કોડીયા, જયદીપભાઈ દિલીપભાઈ શેખ, મુકેશભાઈ વિઠ્ઠલભાઈ દલોલીયા, મહેન્દ્રભાઈ ભીખાભાઈ ગાડલીયા, દિનેશભાઈ કાળુભાઈ બાટીયા અને સંજયભાઈ શંકરભાઈ વડેસાને ઝડપી પાડ્યા હતા. આ રેડમાં બી-ડિવીઝનના અજીતસિંહ સોલંકી, પંકજભાઇ હેરમા, રાજેન્દ્રસિંહ ટાંક, નરેન્દ્રસિંહ, સંજયભાઈ વગેરે સ્ટાફ જોડાયો હતો. ઘટના સ્થળે રૂ. 28,700ની રોકડ, રૂ. 8,000ની કિં.ના 2 મોબાઇલ સહિત રૂ. 36,700નો મુદામાલ જપ્ત કરાયો હતો. એ. એન. સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...