કાર્યવાહી:માળોદ તળાવ પાસે જુગાર રમતાં 7 શખ્સો પકડાયા, પોલીસે 10,200 રોકડા કબજે કર્યા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતરાવાળી ચોકમાંથી દૂધરેજનો શખ્સ ઝબ્બે

વઢવાણ તાલુકાના માળોદના તળાવ કાંઠે અને પતરાવાળી ચોકમાં જુગારની બાતમીને આધારે પોલીસે દરોડા કર્યા હતા. જેમાં માળોદમાંથી 7 શખ્સો પકડાયા હતા જ્યારે સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાંથી પણ એક શખ્સ પકડાયો હતો. જોરાવરનગર પોલીસ મથકના હેમદીપભાઇ મારવાણીયા, યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ સમયે માળોદ ગામના તળાવની પાળે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરાયો હતો.

જેમાં જુગાર રમતા દેવજી પ્રભુભાઇ પ્રજાપતિ, નારણ રામજીભાઇ ધરેજીયા, વજુ બાબુભાઇ ગાડલીયા, કરશન નાગરભાઇ પટેલ, લાલજી તુકારામભાઇ ઝેઝરીયા, ભોપા ગટુરભાઇ ઉમડીયા અને પ્રહલાદ કાનજીભાઇ દુમાદીયા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી પટમાં રહેલા રોકડા રૂપિયા 10,200 કબજે કરી જોરાવરનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. જયારે પતરાવાળી ચોકમાં વરલી મટકાનો જુગાર રમાડતા અને દૂધરેજમાં રહેતા દલાભાઇ માલાભાઇ લકુમને રૂપિયા 1790 રોકડા અને રૂપિયા 500ના મોબાઇલ સહિત રૂપિયા 2250ના મુદ્દામાલ સાથે એ ડીવીઝન પોલીસ મથકના વિજયસિંહ પરમારે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...