તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભોયકાની સીમમાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ. 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
 • પાણશીલા પોલીસ મથકે ગુનો દાખલ

પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એલસીબી ટીમ પેટ્રોલિંગ દરમિયાન ભોયકા ગામની સી, બાજરડાના માર્ગે મનસુખભાઈ પોપટભાઈના પડતર ખેતરના સેઢે કેટલાક લોકો ભેગા મળી ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની એલસીબી ટીમને બાતમી મળી હતી. આથી આ સ્થળે રેડ કરતા ઉંટડી ગામના ઉમેશભાઈ મનસુખભાઈ મકવાણા, લીંબડીના અમૃતભાઈ ઉર્ફે અનીલભાઈ ધરમશીભાઈ મકવાણા, મહેમુદભાઈ ઇબ્રાહીમભાઈ સોલંકી, ઇલીયાસભાઈ મહમદભાઈ મમાણી, વઢવાણના હુસેનભાઈ અહેમદભાઈ મમાણી, સુરેન્દ્રનગરના મહેબુબભાઈ ઉર્ફે ટુકી આદમભાઈ મુમાણી અને રતનપરના હનીફભાઈ મહમદભાઈ મોવરને જુગાર રમતા ઝડપી રૂ. 53,400ની રોકડ, રૂ.24,000ની કિંમતના 6 મોબાઇલ, 70,000ની કિંમતના ત્રણ બાઇક સહિત રૂ. 1,47,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ રેડમાં એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ, પીએસઆઈ વી.આર.જાડેજા, એન.ડી.ચુડાસમા સહિતની ટીમે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો