તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરબીના હળવદની સીમમાં જુગાર રમી રહેલા 7 શખ્સો સવા ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના હળવદની સીમમાં જુગાર રમી રહેલા 7 શખ્સો સવા ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા - Divya Bhaskar
મોરબીના હળવદની સીમમાં જુગાર રમી રહેલા 7 શખ્સો સવા ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
  • પોલીસે રૂ. 1,07,180 રોકડા સહિત રૂ. 3,29,280નો મુદ્દામાલ કબજે કર્યો

મોરબી એલસીબી ટીમે ગત મોડી સાંજે હળવદની સીમમાં દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રંગે હાથ ઝડપી લઈ રૂ.1,07,180 રોકડા સહિત રૂ. 3,29,280નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મોરબીના ઇન્ચાર્જ એલસીબી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દારૂ જુગારની બદી નાબૂદ કરવા પ્રયત્નશિલ હતા ત્યારે એલ.સી.બી.ના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ચંદુભાઇ કાણોતરાને મળેલ બાતમીને આધારે હળવદ ગામની સીમમાં હળવદથી સુસવાવ તરફ જતી કેનાલ ઉપર આવેલ વાડીની ઓરડીમાં આરોપી વશરામભાઇ રામજીભાઇ દલવાડી (રહે. હળવદ) બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી મળતા ઉપરોક્ત સ્થળે દરોડો પડ્યો હતો.

દરોડા દરમિયાન આરોપી વશરામભાઇ રામજીભાઇ દલવાડી (રહે. હળવદ), વનજીભાઇ મગનભાઇ પટેલ (રહે. હળવદ), દેવજીભાઇ કેશવજીભાઇ પટેલ (રહે. ઇશ્વરનગર, તા.હળવદ), ચન્દ્રકાંતભાઇ રતીલાલ પટેલ (રહે. હળવદ), નિરજભાઇ દામજીભાઇ પટેલ (રહે. નવા ઘનશ્યામગઢ, તા.હળવદ), ભરતભાઇ મગનભાઇ પટેલ (રહે. નવા ઘનશ્યામગઢ, તા.હળવદ) તથા અજયભાઇ માણસુરભાઇ બ્રાહ્મણ (રહે, હળવદ) પાસેથી રોકડ રૂપીયા રૂ. 1,07,18 તથા મોબાઇલ ફોન નંગ-7 કિ.રૂ. 32,000 તથા ફોર વ્હીલ કાર-1 કિ.રૂ.1 લાખ અને 6 મોટર સાયકલ કિંમત રૂપિયા 90,000 મળી કુલ રૂ. 3,29,180ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને હળવદ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...