તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકાનો ચૂંટણી જંગ બરાબર જામી ચૂકયો છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના યોધ્ધાઓ મેદાનમાં ઉતારી દીધા છે. ફોર્મ ચકાસણી બાદ બુધવારે કોની કોની સામે ખરાખરીનો જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. પરંતુ હાલ તો સંયુકત પાલિકાની ચૂંટણીમાં પોતાના વિસ્તારમાંથી ચૂંટણી લડતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કોણ છે, તેમની પાસે શું સંપત્તી છે કે પછી તેમણે કોઇ ગુના કર્યા છે કે નહી આ જાણવા માટે મતદાર ઉતાવળો થઇ રહ્યો છે. ઉમેદવાર જયારે ફોર્મ ભરે ત્યારે તેની તમામ સાચી વિગતો સોગંધનામુ કરીને જણાવવાની હોય છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંને મળીને કુલ 104 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાં ખાસ કરીને ભાજપના 7 અને કોંગ્રેસના 1 ઉમેદવાર કરોડપતિ છે. બીજી બાજુ મહત્વની એ બાબત છે કે 7 ઉમેદવારે પોતાની સંપતી 50 હજારથી નીચે બતાવી છે.
ભાજપના 4 અને કોંગ્રેસના 3 ઉમેદવારો સામે ગુના દાખલ પાલિકાની ચૂંટણી લડનારા ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ પણ જોડાયેલો છે. જેમાં ખાસ કરીને ભાજપના 4 અને કોંગ્રેસના 3 ઉમેદવારો સામે ગુના દાખલ થયેલા છે. જેમાં ચેક રીર્ટન કેસ, મારામારી, ધમકી આપવી, સરકારી મિલકતને નુકસાન કરવાની સાથે દારૂ જેવા ગુના દાખલ થઇ ચૂકયા છે.
બંને પક્ષના 104 ઉમેદવારોમાંથી 22 ટકા ઉમેદવાર જ ગ્રેજ્યુએટ શિક્ષણ સર્વાંગી વિકાસનો પાયો છે. પરંતુ જયાં પાયોજ નબળો હોય તો ઇમારત કેવી રીતે ચણી શકાય. સંયુકત પાલિકામાં પણ શિક્ષણને લઇને આવી જ સ્થીતી છે. 13 વોર્ડમાં બન્ને પક્ષના કુલ 104 ઉમેદવારો છે. જે પૈકી માત્ર 22 ટકા એટલે કે 22 ઉમેદવાર જ ગ્રેજયુએટ છે.
ભાજપમાં 3 ટકા યુવાનો, કોંગ્રેસમાં 6ની ઉંમર 60ને પાર ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં 3 ઉમેદવાર 30 વર્ષથી નીચેની વયના છે. ભાજપે 60 વર્ષથી ઉપરના ઉમેદવારને ટીકીટ આપી નથી. તેની સામે કોંગ્રેસે હજુ પણ જુના જોગીઓ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. કોંગ્રેસે 60 વર્ષથી ઉપરના વયના 6ને ટીકીટ આપી છે. જેમાં 3 પુરૂષ અને 3 સ્ત્રી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.