કાર્યવાહી:પોપટપરાના નાકા પાસે લૂંટના 7 આરોપી 2 દિવસના રિમાન્ડ પર

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરેન્દ્રનગર સોનુ ગાળતી શિવાજી નામની પેઢીમાં લૂંટનો કારસો રચનાર આરોપી અંજામ આપે પહેલાં જ પકડાયા હતા

સુરેન્દ્રનગર પતરાવાળી હોટેલ પાસે આવેલી શિવાજી નામની સોનું ગળીને ઘરેણા બનાવતી પેઢીમાં લૂંટ ચલાવવાનો કારસો રચીને 7 આરોપી ભેગા થયા હતા.પરંતુ લૂં઼ટના ગુનાને અંજામ આપે તે પહેલા સિટી એ ડિવિઝનની પોલીસ ટીમે આરોપીઓને એરગન તથા છરી જેવા ઘાતક હથિયારો સાથે તા.30 સપ્ટેમ્બરને ગુરુવારે પકડી લીધા હતા. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ પર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડીએસપીએ આપેલી સૂચના અનુસાર ડીવાયએસપી એચ.પી.દોશી અને સિટી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનથી એએસઆઇ એસ.વી.દાફડા સહિતની સિટી એ ડિવિઝન પોલીસ ટીમે રિવરફ્રન્ટ પર સાતેય આરોપીઓને પકડી લીધા હતા. આરોપીઓએ શિવાજી નામની પેઢીના માલિક સુભાષ સોનીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત પણ કરી હતી.

ઝડપાયેલા શખસોની પૂછપરછ કરતા સુરેન્દ્રનગર અંબામિકેનિક પાછળ સત્યમપાર્ક શેરી નં. 7માં રહેતા વિપુલભાઇ ઉર્ફે લાલો ભૂપેન્દ્રભાઇ ફીચડ, વઢવાણ તાલુકાના વેળાવદર ગામના અજીતસિંહ હેમુભાઇ સોલંકી, જૂનાગઢ સંજયનગર સિંધી સોસાયટીના રાજભાઇ મૂળુભાઇ મોરી, જામનગર લાલપુરના સાગરદાન મુળુભાઇ બાટી, અમરેલી વડીયાના અભિષેકભાઇ ઇશ્વરદાન સુરૂ, અમરેલી બગસરાના રજનીકભાઇ બાબુભાઇ કાનાણી તેમજ ‌વઢવાણ તાલુકાના વેળાદર ગામના હરેશભાઇ કરશનભાઇ હડીયલ હોવાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...