તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 67803 યુવાને રસી લીધી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે 6613એ રસી મુકાવી, કુલ 9.87 લાખનું રસીકરણ થયું

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં 10 દિવસોમાં 1.22 લાખમાંથી 67,803 યુવાને રસી મૂકાવી હતી. મંગળવારે સવારે 8 કલાકે રસીકરણ શરૂ થતા સાંજના 5 કલાક સુધીમાં 6613 લોકોએ રસીનો લાભ લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સામે વધુમાં વધુ લોકો રક્ષિત થાય તે માટે તંત્ર દ્વારા રસીકરણ ચાલુ છે. ત્યારે હાલ યુવાનોમાં રસી લેવા માટે જાગૃતતા જોવા મળી રહી છે. જેના કારણે છેલ્લા 10 દિવસમાં કુલ 1,22,791 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં 18-44 વયના 67,803 લોકોએ રસી લઇને સૌથી આગળ રહ્યા હતા. જેની સામે 45-60ની ઉંમરના 32,574 તેમજ 60થી ઉપરની વય ધરાવતા 22,410 લોકોએ રસી લીધી હતી. આ સમયગાળા દરમિયાન 89,329 લોકોએ પ્રથમ તેમજ 33,462 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

જિલ્લામાં તા. 24 ઓગસ્ટને મંગળવારે તંત્ર દ્વારા સવારના 8 કલાકથી જ 68 કેન્દ્ર પર રસીકરણ શરૂ કરી દીધુ હતુ. જેમાં સાંજના 5 કલાક સુધીમાં 4223 લોકોએ પ્રથમ તેમજ 2390 બીજા ડોઝ સાથે કુલ 6613 લોકોએ રસીનો લાભ લીધો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 5,17,149 પુરૂષો અને 4,69,999 મહિલાઓ સહિત 9,87,309 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં કોવિશિલ્ડની 8,60,748 તેમજ કોવેક્સિનની 1,26,561 લોકોએ રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...