તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 6760એ રસી લીધી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ આંક 3,31,610માં 2,59,981 લોકોએ પ્રથમ ડોઝ, 71,629 લોકોએ બીજો ડોઝ લીધો

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારના રસીકરણમાં સાંજના 6 કલાક દરમિયાન 6760 લોકોએ રસી મૂકાવી હતી. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં રસીનો આંક 3.31 લાખ ઉપર ગયો હતો. જેમાં 2,59,810 લોકોએ પ્રથમ તેમજ 71,629 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

ઝાલાવાડમાં અમુક દિવસોના અંતર બાદ પણ કોરોનાના કેસો દેખાઇ રહ્યા છે તો બીજી તરફ ત્રીજી લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે. આવા સમયે વેક્સિનેશન માટે પણ જિલ્લાનાં તંત્રમાં દોડધામ મચી છે. ત્યારે રવિવારે જિલ્લાના 38 જેટલા કેન્દ્રો પર સવારના 10 થી સાંજના 6 કલાક દરમિયાન 6760 લોકોએ રસીનો લાભ લીધો હતો. પરિણામે અત્યાર સુધીમાં 1,40,299 પુરૂષો તેમજ 1,19,629 મહિલાઓ સહિત કુલ 3,31,610 લોકો રસી મૂકવતા તેમાં 2,59,810 લોકોએ પ્રથમ ડોઝ, 71,629 લોકોએ બીજો ડોઝ લીધો હતો. કોવિડશીલ્ડની રસીનું પ્રમાણ વધુ જોવા મળતા 2,62,439એ રસી મૂકાવી જેની સામે 69,171 લોકોએ કોવેક્સિનની રસી મૂકાવી હતી.

કેટલાએ કયો ડોઝ લીધો

સમયપ્રથમ ડોઝબીજો ડોઝકુલ
1047713490
1110741021176
129361051041
11036471083
263259691
3809160969
460428632
552930559
610316119

​​​​​​​સરામાં વેપારીઓને રસી લેવા પોલીસની અપીલ​​​​​​​

મૂળી તાલુકામાં લોકો વેક્સિન લે તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરાયા છે અને રાત્રિ કેમ્પનું આયોજન કરાય છે. વેપારીઓ લોકો સાથે સંપર્કમાં આવતા હોવાથી વેક્સિન લે તે માટે સરા ગ્રામપંચાયત ખાતે મૂળી પીએસઆઇ ડી.જે. ઝાલાની હાજરીમાં સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં દુકાનદારોને તાજેતરમાં જાહેર કરાયેલા જાહેરનામાનો કડક અમલ કરવા સાથે વેક્સિન ફરજિયાત લેવા અપીલ કરાઇ હતી. નિયમોનું ઉલ્લંધન કરતા દુકાનદારો સામે કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી હતી. બેઠકમાં રોહિતભાઇ રાઠોડ સરપંચ હકિભાઇ શુક્લ, કુંવરાભાઇ, ઇલીયાસભાઇ સહિત તલાટી અને દુકાનદારો ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...