417 પંચાયતની ચૂંટણી:6.71 લાખ બેલેટ પેપર વપરાશે, સરપંચનો રંગ ગુલાબી, સભ્યોનો સફેદ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 800 મત કેન્દ્ર પર 4429 પોલિંગ, 1540 પોલીસ સ્ટોફ તૈનાત
  • સરપંચના 1103, સભ્યના 5092 ઉમેદવારો ચૂંટણી લડશે

જિલ્લાની 417 ગ્રામ પંચાયતના કુલ 1103 સરપંચ અને 5092 સભ્ય માટે રવિવારે ચૂંટણી યોજાશે. આ માટે તંત્રે તૈયારીને આખરી ઓપ આપ્યો હતો, જેમાં 800 મતદાન મથકે 1581 મતપેટી તૈયાર કરાઈ હતી જ્યારે 116 ચૂંટણી અધિકારી, 116 મદદનીશ ચૂંટણી અધિકારી અને 4429 પોલિંગ સ્ટાફ તૈયાર કરાયો છે જ્યારે મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1540 પોલીસ સ્ટાફ તૈનાત રખાશે.

કુલ 497 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 1861 સરપંચ અને 7556 સભ્યનાં ફોર્મ આવ્યાં હતાં, તેમાંથી 80 પંચાયત સમરસ થઈ હતી જ્યારે સરપંચનાં 13 અને સભ્યોનાં 91 ફોર્મ અમાન્ય થયાં હતાં જ્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 628 સભ્ય અને 593 સભ્યોનાં ફોર્મ પરત ખેંચાયાં હતાં.

ચૂંટણીના દિવસે કાયદો-વ્યવસ્થા જળવાય અને મુક્ત વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે તંત્ર સજ્જ બન્યું છે. આ માટે કલેક્ટરે બેઠક બોલાવી અધિકારીઓને જવાબદારી સોંપી મતદાન મથકો, મતપેટી અને અધિકારીઓની ટીમ નક્કી કરી હતી, જેમાં 800 મતદાન મથકો માટે 1905 મતપેટી ઉપલબ્ધ કરાવાઈ છે, જેમાં બાકી પેટી અનામત રાખી 1581નો ઉપયોગ કરાશે જ્યારે 6.71 લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ કરાશે. આ બેલેટ પેપરમાં સરપંચ માટે ગુલાબી રંગ અને સભ્યો માટે સફેદ રંગના બેલેટ પેપરનો ઉપયોગ કરાશે.

મતગણતરી સ્થળ તથા સિક્યુરિટી કોર્ડન વિસ્તારમાં સંદેશા વ્યવહારનાં સાધનો પર પ્રતિબંધ
મતગણતરી મથકોના સ્થળથી 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં જિલ્લાના અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ એન. ડી. ઝાલાએ એક હુકમ દ્વારા મતગણતરી સ્થળ તથા સિક્યુરિટી કોર્ડન કરેલા વિસ્તારમાં સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણુ સંદેશાવ્યવહારનાં સાધનો લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

દવા અને કોવિડ કિટની તૈયારી જિલ્લા આરોગ્ય તંત્રે આરોગ્યલક્ષી 11.79 લાખ વસ્તુઓ ચૂંટણી મથકો પર પહોંચાડવા માટે ફાર્માસિસ્ટ દ્વારા ચૂંટણીની દવા અને કોવિડ 19 કીટની તૈયારી કરવામાં આવી હતી.

​​​​​​

મતદાન મથકોની સંખ્યા

તાલુકોમતદાનમથકોઉપલબ્ધ મતપેટીઉપયોગમાં લેવાશે
વઢવાણ65160130
લખતર61165122
લીંબડી98246196
સાયલા73157153
ચૂડા102212191
ચોટીલા83166166
થાનગઢ318462
મૂળી80129129
ધ્રાંગધ્રા91290200
દસાડા116296232
કુલ80019051581

ગ્રામપંચાયતો ચૂંટણી તંત્રની ટીમ

તાલુકોચૂંટણી અધિકારીમ. અધિકારીપોલિંગ સ્ટાફપોલીસ સ્ટાફ
વઢવાણ1010325130
લખતર99284120
લીંબડી1212537218
સાયલા99354146
ચૂડા1313458283
ચોટીલા1414584166
થાનગઢ5521060
મૂળી121247992
ધ્રાંગધ્રા1717535110
દસાડા1515699215
કુલ11611644291540
અન્ય સમાચારો પણ છે...