સારવાર:સુરેન્દ્રનગરમાં બેક્ટેરિયલ મેનીન ઝાયટીસ રોગના દર્દી 67 વર્ષીય વૃદ્ધાને સારવાર આપી સ્વસ્થ કરાયા, 4 દિવસે ભાનમાં આવ્યા

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં બેક્ટેરિયલ મેનીન ઝાયટીસ રોગના દર્દી 67 વર્ષીય વૃદ્ધાને સારવાર આપી સ્વસ્થ કરાયા - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં બેક્ટેરિયલ મેનીન ઝાયટીસ રોગના દર્દી 67 વર્ષીય વૃદ્ધાને સારવાર આપી સ્વસ્થ કરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત રોગચાળો વકરતો જઈ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ચેપી રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને બેક્ટેરિયલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. તેવા સંજોગોમાં અવાર-નવાર સામાન્ય શરીરમાં બેક્ટેરિયલ રોગના દર્દીઓને સારવાર હેઠળ રાખી અને ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ આ બેક્ટેરિયલ ફક્ત શરીરમાં ફેલાય છે અને તેમને સામાન્ય રીતે સારવાર હેઠળ રાખી અને ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવતી હોય છે. ત્યારે જિલ્લામાં બેક્ટેરિયલ મેનીન ઝાયટીસ રોગના દર્દી 67 વર્ષીય વૃદ્ધાને સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યાં હતા જે 4 દિવસે ભાનમાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નવા સુરજદેવળ મંદિર નજીક વસવાટ કરનાર દુધીબેન મકવાણા આજથી આઠ દિવસ પહેલા અચાનક બેહોશ હાલતમાં થઈ ગયા હતા અને તેમના પરિવાર દ્વારા સામાન્ય રીતે સારવાર માટે ચોટીલા ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તેમને ત્યાં ડોક્ટર દ્વારા કમળો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ હાલત બહુ ગંભીર થતાં તેમને ત્યાંથી રીફર કરવામાં આવ્યા હતા અને સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

ત્યાંથી દુધીબેનની હાલત અત્યંત ક્રિટીકલ અને ગંભીર હોવાના કારણે તેમને અમદાવાદ અને રાજકોટ લઇ જવા માટે ડોક્ટરની ટીમ દ્વારા સૂચના આપવામાં આવી હતી, પરંતુ પરિવારજનો દ્વારા દુધીબેનને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી સી.જે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે તેમને ત્યાં પ્રાથમિક સારવાર સી.જે હોસ્પિટલના ક્ધસલ્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એમડી ડોક્ટર રાજદીપસિંહ સોલંકી દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેમને જે ખેંચ આવી હતી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.

અત્યંત હાલત ગંભીર હોવાના કારણે 67 વર્ષના દુધીબેન ને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમની તબિયત ખૂબ ગંભીર હતી તેમના શરીરમાં તેમને વાઇરલ ઇન્ફેક્શન પણ લાગ્યું હતું જેને લઇને તે બેહોશ થઈ જવા પામ્યા હતા. તેમની કિડની પર પણ અસર થઈ હતી અને તેમના શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ ફેલાઈ જવા પામ્યો હતો. તેવા સંજોગોમાં તેમના શ્વેત કણ પણ શરીરમાંથી ઘટી જવા પામ્યા હતા. જેને લઈને તે બેહોશ થઈ જવા પામ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર શહેરની સી.જે હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ સોલંકી દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. સતત ચાર દિવસ સારવાર હેઠળ રાખ્યા બાદ આજે તે ભાનમાં આવ્યા છે અને વ્યવસ્થિત રીતે પોતાની જાતે હલનચલન કરી રહ્યા છે, ત્યારે પરિવારજનો દ્વારા આ મામલે ડોક્ટરનો અને સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

વૃદ્ધા 4 દિવસે ભાનમાં આવ્યા

સુરેન્દ્રનગર શહેરની સી જે હોસ્પિટલ ખાતે 67 વર્ષના વૃદ્ધા દુધીબેનને સારવાર રાખવામાં આવ્યા હતા તેમને મગજ સુધી ઇન્ફેક્શન પહોંચી જવા પામ્યું હતું જેને લઇને કિડની પર સોજા આવી ગયા હતા અને તે બેહોશ હાલતમાં થઈ ગયા હતા. ત્યારે તેમના રિપોર્ટ કરાવ્યા બાદ તેમને બેકેટરીયલ મેનીન ઝાયટીસ રોગ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું હતું. ત્યારે ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર 10 હજાર દર્દીઓમાં એક દર્દીને આવા રોગના લક્ષણો દેખાય છે. અને પ્રાથમિક તપાસ તેમની કર્યા બાદ તેમની સારવાર કરવું ખુબ અઘરું બનતું હોય છે. તેવા સંજોગોમાં દર્દીને અમદાવાદ રાજકોટ લઇ જવામાં આવતા હોય છે અને ત્યાં તેમની મોટી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતી હોય છે. પરંતુ સુરેન્દ્રનગર શહેરની સીજે હોસ્પિટલ ખાતે આ વૃદ્ધાની સારવાર કરાવવામાં આવી હતી અને તેમને ભાનમાં પણ લાવી દેવામાં આવ્યા છે. થોડા દિવસમાં તેમને હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવશે તેવું પણ ડોક્ટરી ટીમ અને ખાસ ડો. રાજદીપસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...