બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં:સુરેન્દ્રનગર મેલડીપરામાં સોનાં-ચાંદીના ઘરેણા સહિત 65 હજાર રોકડની તસ્કરોએ ચોરી કરી

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરવામાં સક્રિય બન્યા છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરના મેલડીપરા વિસ્તારમાં બંધ મકાનના તાળાં તોડી તસ્કરોએ સોનાં-ચાંદીના દાગીના સહિત 65 હજાર રોકડ રકમની ચોરી કરી તરખાટ મચાવતાં આ વિસ્તારના રહીશોમાં ભય ફેલાયો છે.

આ અંગેની વધુ મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર શહેરમાં આવેલા મેલડીપરામા નવદુર્ગા ચોકમાં કરશન રોજાસરાના બંધ મકાનના તાળાં તોડીને તસ્કરો ઘરમાં ઘૂસી 65 હજાર રોકડા સહિત સોનાંની બે તોલાની ચેઈન, સોનાની બુટ્ટી સહિત સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરીને નાસી છુટતા ભારે ચકચાર મચી છે.

રહીશોમાં ભયનો માહોલ
આ ચોરીની ઘટનાની દેવનંદન સોસાયટીમા રહેતા મહેશ કરસનભાઈના એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ શિયાળાની ઋતુમાં ઠંડીનો ચમકારો વધતા સુરેન્દ્રનગર શહેરમાં અને મેલડીપરા વિસ્તારમાં તસ્કરો સક્રિય બનતા આ વિસ્તારના રહીશોમાં તસ્કરોનો ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...