સુરેન્દ્રનગરના 108 ખેલાડીઓએ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કરાટે સ્પર્ધામાં રાજ્યભરના કુલ 650થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
વાડો કાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન જગન્નાથ મંદિર અડાલજ ગાંધીનગરમાં કરાયુ હતુ. જેમાં સમગ્ર રાજ્યમાંથી 650 ખેલાડીઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 108 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ઉંમર અને વજનની કુમિતે ઇવેન્ટમાં જીલ્લાને 22 ગોલ્ડ, 22 સિલ્વર મેડલ અને 35 ખેલાડીઓએ સેમી ફાઇનલ સુધી પહોંચીને બ્રોન્ઝ મેડલ મેળવતા મેડલની સંખ્યાને આધારે સુરેન્દ્રનગર જીલ્લો રાજ્યમાં તૃતીય સ્થાને રહ્યું હતુ.
જેમાં ગોલ્ડ મેડલ મેળવનારમાં આદિત્ય સંઘવી, દેવરાજસિંહ ભાટી, નમન પનારા, કૃપા પાડલીયા, આહન કલાવડીયા, જયંતી જોષી, મેઘ રાવલ, પ્રાંશુ ચાવડા, અદિતિ દમાઈ,રુદ્રાક્ષ રાવલ,ત્વિસા શાહ, યશરાજસિંહ મકવાણા, મેઘરાજસિંહ રાણા, વીર ખંધાર,કવન દવે, માનવ શાહ, જૈનમ મહેશ્વરી, જન્મેજય બાર, મેઘ દોશી, નૈતિક કલોત્રા, ભવ્યા ઠાકર,જયદીપસિંહ ઝાલા રહ્યા હતા.
તેમની આ સિધ્ધીથી જિલ્લાનુ નામ રાજ્ય સ્તરે ઉંચુ કરતા હેડ કોચ રેંશી ચક્રબહાદુર દમાઇ,કોચ સેનસેઇ મહેશ દમાઇ વિગેરેએ શુભેચ્છા પાઠવી હતી.આ વિજેતા ખેલાડીઓને ગૂજરાત સરકારનાં ભુ.પુ.અધિક સચિવ એસ. કે. નંદા, ઓલ ઇન્ડિયા વડોકાઈ કરાટેના ડાયરેક્ટર હાંશી શી રાજેશ અગ્રવાલ, વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડીયાના ટેકનિકલ ડાયરેક્ટર ક્યોશી અરવિંદ રાણાના હસ્તે મેડલ અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.