તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકાર દ્વારા સને 2018માં સુર્ય શક્તિ કિશાન યોજના લોન્ચ કરાયા બાદ પાટડીના વિસાવડી-વિસનગરના નવ ગામના 64 ખેડૂતોએ 2019માં 79 લાખ ભર્યા હતા. આ યોજના માટે ખેતરમાં ટ્યુબવેલ તથા બોરને લગતી કામગીરીમાં અંદાજે રૂ. 6 કરોડનો તોતીંગ કર્યો છે. આ યોજના બંધ કરાતા પાટડી પથંકના 64 ખેડૂતોએ સરકારે મોકલેલા 79 લાખના ચેક પરત મોકલી આપી રોષે ભરાયેલા પાટડી પથંકના ખેડૂતોએ ચૂંટણી ટાણે આંદોલનનું રણસીંગુ ફૂંકી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચિમકી ઉચ્ચારી છે. સરકાર દ્વારા ખેડૂતો માટે સને 2018માં સુર્ય શક્તિ કિશાન યોજના લોન્ચ કરી હતી. જે અંતર્ગત પાટડી પથંકના વિસાવડી અને વિસનગર ફીડરના નવ ગામના 64 ખેડૂતોએ સને જૂન- 2019માં વિસાવડી ફીડરના- 38 વિજ કનેક્શન તેમજ વિસનગરના 26 ખેડૂતોએ આ યોજનામાં સરકારના ધારા ધોરણ મુજબ પાંચ ટકા લેખે ખેડૂતોએ અંદાજિત કુલ રૂ. 79 લાખ જેટલી માતબર રકમ સને જૂન-2019માં ભરી દીધી હતી.
વધુમાં આ યોજનાની ગાઇડલાઇન મુજબ દરેક ખેડૂતોએ પોતાના ખેતરમાં પાણીનો ટ્યૂબવેલ તથા ઓરડી તથા બોરને લગતી દરેક પ્રકારની મોટર, સ્ટાટર, ટેબલ વગેરે મળીને અંદાજે રૂ. 6 કરોડનો ખર્ચ ખેડૂતોએ ઉઠાવ્યો હતો. જે અંગે જગતના તાત દ્વારા સંબંધિત અધિકારીઓ અને સરકારમાં અનેકો વખત લેખીત અને મૌખીક રજૂઆત કરવા છતાં આ યોજનાની મંજૂરી આપવામાં આવી નહોંતી.
વધુમાં ધ્રાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા તાજેતરમાં આ યોજનામાં ભરેલી રકમના 5 % લેખે રૂ. 79 લાખના ચેક પાટડી પથંકના 64 ખેડૂતોને રજીસ્ટર એડીથી પરત મોકલવામાં આવ્યાં હતા. જે આ તમામ ખેડૂતોએ ચેકનો સ્વિકાર ના કરી તંત્રને પરત મોકલી આપવામાં આવ્યા હતા. આથી પાટડી પથંકના રોસે ભરાયેલા આ 64 ખેડૂતોએ સોમવારે પાટડી પ્રાંત કલેક્ટે રૂતુરાજ જાદવને લેખીત આવેદનપત્ર આપવાની સાથે આંદોલનનું રણસીંગુ ફૂંકી આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સંપૂર્ણપણે બહિષ્કારની સાથે ગુજરાત રાજ્યના દરેક ગામના ખેડૂતોની ટીમ બનાવી સરકારશ્રીની અન્યાયની નિતી સામે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનની સાથે પાટડી નાયબ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારતા સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
ખેડૂતો એમએસપીના મુદે પણ આક્રમક બનશેઆ અંગે પાટડી તાલુકાના ખેડૂત આગેવાન નનુભાઇ રાઠોડ અને પી.ડી.જાદવે આક્રોશ સાથે જણાવ્યું કે, એક બાજુ ખેડૂતોનો સૂર્ય શક્તિ કિશાન યોજનાનો મુદો સળગેલો છે. બીજી બાજુ પાટડી તાલુકાનો ચણાનો કુલ 5104 હેક્ટર ચણાનું વાવેતર છે જેમાં 6737 મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે. જેમાં 25% લેખે સરકાર 1684 મે.ટન ચણાની ખરીદી કરશે. એટલે કે 2 હેક્ટરના ખેડૂત પાસેથી 32 મણ ( 6 કિવન્ટલ ) જ ચણા ખરીદવાની છે. જેમાં ગઇ સીઝનમાં શરૂઆતમાં 25 કિવન્ટલ ચણા ખરીધ્યા હતા. જે પાછળથી ઉહાપોહ થતા માત્ર 5 કિવન્ટલ ખરીધ્યા હતા. બીજી બાજુ મધ્યપ્રદેશમાં ખેડૂતો પાસેથી 40 કિવન્ટલ ખરીદે છે કારણ કે કૃષિ મંત્રી મધ્યપ્રદેશના છે. જ્યારે મધ્યપ્રદેશ, પંજાબ, હરીયાણામાં ઘઉં, ડાંગર, ચણા ખેડુત પાસે જેટલુ ઉત્પાદન થાય એટલું પુરૂ ખરીદે છે. ગુજરાત સરકાર MSPના નામે ખેડૂતોને લોલીપોપ આપી છે. આ મુદો પણ ચૂંટણી ટાણે ઉમેદવારોને નડશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.