તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગરના પાટડીમાં આખલાના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાટડીમાં આખલાએ અડફેટે લઇ ફંગોળતા 60 વર્ષના વૃધ્ધને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યું હતુ. જેથી પાટડીના સ્થાનિકોમાં નગરપાલિકા દ્વારા રખડતા આખલાઓને ડબ્બે પુરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.
અગાઉ પણ આખલાએ એક નાના બાળકને ફંગોળીને દૂર ફેંક્યો હતોપાટડીના જાહેર રસ્તાઓ, મુખ્ય બજાર અને ચાર રસ્તે આજુબાજુ રખડતા આખલાના આંતકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં મુખ્ય બજારમાં ખરીદી કરવા નિકળેલી મહિલાઓ અને લાકડીના સહારે નીકળતા વૃધ્ધો આખલાના આતંકથી રીતસરના ફફડી ઉઠે છે. થોડા સમય અગાઉ પાટડીમાં આખલાએ એક નાના બાળકને ફંગોળીને દૂર ફેંકી દીધો હતો. જ્યારે વધુ એક વૃધ્ધને ફંગોળતાં લોકોમાં ડર પેદા થયો છે.
અમદાવાદ લઇ જવાતા રસ્તામાં જ કમકમાટીભર્યું મોત પાટડીમાં વિરમગામ દરવાજા પાસે આવેલા છાત્રાલય નજીક રહી મજૂરી કામ થકી પેટીયું રળતા 60 વર્ષના ધનાભાઇ મગનભાઇ દેવીપૂજકને એક આખલાએ અડફેટે લેતા એમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને બ્રેઇન હેમરેજ થયું હોવાનુ તબીબે જણાવ્યું હતુ. ત્યારબાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયા બાદ ત્યાંથી અમદાવાદ લઇ જવાતા રસ્તામાં જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. પાટડીના આખલાએ અડફેટે લેતા 60 વર્ષના દેવીપૂજક આધેડના કમકમાટીભર્યા મોતથી ગરીબ પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યોં હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.