તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:જિલ્લામાં 16 દિવસ બાદ કેસમાં 60 % ઘટાડો

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રવિવારે 67 પોઝિટિવ કેસ અને 7 મોત સરકારી ચોપડે નોંધાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસ અને મોતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે તા. 2 મેને રવિવારના રોજ 67 પોઝિટીવ કેસો અને 7 મોત સરકારી ચોપડે નોંધાયા હતા. આમ જિલ્લામાં રાહતના સમાચાર એ છે કે 16 દિવસ બાદ એક જ દિવસમાં 60 ટકા જેટલો કેસોમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે આરોગ્ય તંત્ર તેમજ લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. જિલ્લામાં તા. 14 એપ્રિલે નોંધાયેલા 65 કેસો બાદ આ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો હતો. તેમાંય તા. 15 એપ્રિલથી લઇને તા. 25 એપ્રિલ દરમિયાન 75થી 91ની વચ્ચે પોઝિટિવ કેસો ધ્યાને આવ્યા હતા.

ત્યારબાદ તા. 26 થી 30 એપ્રિલ દરમિયાન આ કેસોની સંખ્યા 160થી લઇને 167 સુધી પહોંચી ગઇ હતી. ત્યારે તા. 2 મેને રવિવારે જિલ્લામાં માત્ર 67 લોકો જ કોરોનામાં સંક્રમિત થયાનું તેમજ 7 લોકોના મોત થયાનું સરકારી ચોપડે નોંધાયુ હતુ. આમ 16 દિવસ બાદ જિલ્લામાં અંદાજે 60 ટકા જેટલો એક જ દિવસમાં પોઝિટિવ કેસોમાં ઘટાડો નોંધાયો હતો.

બીજી તરફ હજુ પણ લોકડાઉન સાથે લોકો દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે તો આ કેસોની સંખ્યામાં પણ દિવસે દિવસે ઘટાડો થશે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટીવની સંખ્યા 5863 પર અને મોતની સંખ્યા 391 પર પહોંચી ગઇ છે. જયારે રવિવારે એકપણ દર્દી કોરોના મુક્ત ન બનતા હાલ તેની સંખ્યામાં પણ 3300 પર અટકી પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો