સુવિધા:સુરેન્દ્રનગર ડેપોમાં લાંબા રૂટની બસોનું 60 ટકા ઓનલાઇન બુકિંગ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબા રૂટની બસમાં મુસાફરી કરાવવા મુસાફરો ડેપોમાં જ ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યાં છે. - Divya Bhaskar
લાંબા રૂટની બસમાં મુસાફરી કરાવવા મુસાફરો ડેપોમાં જ ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા રૂટની બસો ચાલુ થતા હાલ લોકો બે -ત્રણ દિવસ અગાઉ જ ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે. કોરોનાના કારણે બસમાં હાલ 50 ટકા જ મુસાફરો લેવાનો પણ નિયમ કારણે સુરેન્દ્રનગર ડેપોમાંથી હાલ 60 ટકા મુસાફરો બુકિંગથી જ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી તેમજ ધ્રાંગધ્રા ડેપોમાંથી 160થી વધુ બસો દોડાવીને સંચાલન કરી રહ્યુ છે. પરંતુ કોરાનાની થપાટમાં એસટી તંત્રના વારંવાર એસટીના પૈડાઓ થંભાવી દેવાનો વારો આવ્યો છે.

કોરોના કેસ ઓછા થતા હવે 50 ટકા જ મુસાફરોને બસમાં બેસાડીને બસો દોડાવવામાં આવી રહી છે. તેમજ લાંબા રૂટોની બસો ચાલુ કરાતા બે-ત્રણ દિવસ અગાઉ ઓનલાઈન બુકિંગ કરાવીને મુસાફરો મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે સુરેન્દ્રનગર ડેપોમાં હાલ 60 ટકા જેટલુ ઓનલાઈન બુકિંગ લોકો કરાવી નાંખે છે. બીજી તરફ સુરેન્દ્રનગરથી અમદાવાદ 120 કિમી, બરોડા 200 કિમી, જામનગર 200, ભુજ 300 કિમી જેટલુ અંતર થાય છે. આ અંગે સુરેન્દ્રનગર એસટી ડેપોના પી.આર. રાણાએ જણાવ્યુ કે, આટલા લાંબા રૂટની બસો ચાલુ થતા એ આટલા લાંબા કિમીની મુસાફરી માટે લોકો આવા શહેરોમાં જવા માટે વધુ બુકિંગ કરાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...