તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલવણ હાઈવે પર ચોરી:કોટાથી વેલ્ડિંગ રોડ લઇને રાજકોટ જતી ટ્રક પર તસ્કરો ત્રાટક્યા, ચાલુ ટ્રકે 60 કાર્ટૂન ચોરાયા

માલવણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રૂ. 93320નો મુદ્દામાલ ચોરાયાની બજાણા પોલિસ મથકે ફરિયાદ નોંધાઇ

માલવણ હાઇવે પર રાત્રીના અંધારામાં અજાણ્યા ચોર ઇસમોએ ચાલુ ટ્રકમાંથી તાડપત્રી ચીરીને 60 કાર્ટૂનોની ચોરી લઇ પલાયન થઇ ગયા હતા. ટ્રકના ચાલકે રૂ. 93320નો મુદ્દામાલ ચોરાયાની બજાણા પોલિસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ચાર આરોપીઓ ચાલુ ટ્રકમાં ચડી ગયા હતા
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનના રહેવાસી મુલારામ હેરજરામ જાટ ટ્રક નં.આર.જે.-04-જી.બી.-1439માં રાજસ્થાનના કોટાથી વેલ્ડિંગ રોડના અલગ-અલગ સાઇઝના કુલ 1060 બોક્ષ ભરીને રાજકોટ ખાતે ખાલી કરવા નીકળી હતી. જે દરમિયાન માલવણ ચોકડીથી સુરેન્દ્રનગર તરફ જવાના હાઇવે રોડ પર જીજે-24-એક્સ-1729 નંબરની સફેદ કલરની ગાડીમાં આરોપીઓ આવ્યા હતા. ગાડીમાં બેસેલા ચાર આરોપીઓ ટ્રકના પાછળના ભાગેથી ઉપર ચડી ગયા હતા.

60 નંગ બોક્સની ચોરી કરી
આરોપીઓએ ટ્રકની તાડપત્રી કાપી અલગ અલગ સાઇઝના કુલ બોક્ષ નંગ-60ની ચોરી કરી હતી. જેની કુલ કીં.રૂા.૯૩,૩૨૦/- હોવાનું ફરિયાદમાં નોઁધાવ્યું છે. ચારમાંથી એક આરોપીએ ફરાર થતી વખતે ટ્રક ચાલકને છરો બતાવી ધમકી આપી હતી. ટ્રક ચાલકે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીઓને પકડવા પોલીસ તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો