નિર્ણય:6 ટ્રેન આંશિક રદ કરાઈ જ્યારે 1 ટ્રેન નિયત સમય કરતા મોડી ચાલશે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોચુવેલી યાર્ડમાં રિમોડલિંગના કામ માટે બ્લોક લેવાશે

કોચુવેલી સ્ટેશન યાર્ડમાં રિમોડલીંગના કામ માટે બ્લોક લેવામાં આવનાર છે. આથી રાજકોટ અને ભાવનગર ડિવિઝનની ટ્રેનોના પરીવહનને અસર થનાર છે. આથી 6 ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે. જ્યારે એક ટ્રેન નિયત સમય કરતા મોડી ચલાવાશે.

દક્ષિણ રેલવેના કોચુવેલી સ્ટેશન યાર્ડ ખાતે રિમોડલિંગની કામગીરી માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ અને ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનોને અસર થશે. આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદ અને રાજકોટ ડિવિઝનના અભિનવ જૈફે જણાવ્યું કે પોરબંદર સ્ટેશનથી 17-11-2022એ ઉપડતી પોરબંદર - કોચુવેલી એક્સપ્રેસ કોલ્લમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે આ ટ્રેન પોરબંદરથી કોલ્લમ જંક્શન સ્ટેશન સુધી ચાલશે.

અને આ ટ્રેન કોલ્લમ જંક્શનથી કોચુવેલી સ્ટેશન સુધી આંશિક રીતે રદ રહેશે. પોરબંદર સ્ટેશનથી 24-11-2022એ ઉપડતી પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ કોલ્લમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે ટ્રેન પોરબંદરથી કોલ્લમ જંક્શન સ્ટેશન સુધી ચાલશે અને આ ટ્રેન કોલ્લમ જંક્શનથી કોચુવેલી સ્ટેશન સુધી આંશિક રીતે રદ રહેશે. ભાવનગર ટર્મિનસથી 6-12-2022એ ઉપડનારી ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ એર્નાકુલમ ટાઉન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. એટલે કે ભાવનગર ટર્મિનસથી એર્નાકુલમ ટાઉન સ્ટેશન સુધી ચાલશે અને આ ટ્રેન એર્નાકુલમ ટાઉનથી કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ.

પોરબંદર સ્ટેશનથી 8-12એ ઉપડનારી પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ એર્નાકુલમ જંક્શન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે એટલે કે પોરબંદરથી એર્નાકુલમ જંક્શન સ્ટેશન સુધી ચાલશે અને એર્નાકુલમ જંક્શનથી કોચુવેલી વચ્ચે આંશિક રીતે રદ. 8-12એ કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ કોચુવેલીને બદલે એર્નાકુલમ ટાઉન સ્ટેશનથી ઉપડશે.

કોચુવેલીથી એર્નાકુલમ ટાઉન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 11-12એ ઉપડનારી ટ્રેનકોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ કોચુવેલીને બદલે એર્નાકુલમ જંક્શન સ્ટેશનથી ઉપડશે. કોચુવેલીથી એર્નાકુલમ જંક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે. પોરબંદર સ્ટેશનથી 1-12એ ઉપડનારી પોરબંદર-કોચુવેલી 90 મિનિટ રીશેડ્યૂલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...