તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધા:સિનિયર શુટીંગબોલ નેશનલ ચેમ્પીયનશીપમાં સુરેન્દ્રનગરના 6 ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
સિનિયર શુટીંગબોલ નેશનલ ચેમ્પીયનશીપમાં સુરેન્દ્રનગરના 6 ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ - Divya Bhaskar
સિનિયર શુટીંગબોલ નેશનલ ચેમ્પીયનશીપમાં સુરેન્દ્રનગરના 6 ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ
 • આંધ્રપ્રદેશ અને જમ્મુ કશ્મીરની ટીમને હરાવી બેસ્ટ ઓફ થ્રીમાં પહોંચ્યા

મધ્યપ્રદેશ રાજ્યના ખિરકીયામાં 39મા સિનિયર શુટીંગ બોલ નેશનલ ચેમ્પીયનશીપનું આયોજન કરાયુ હતુ. જેમાં 29 રાજ્યોની ટીમો સાથે ગુજરાતરાજ્યની ટીમે ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 6 ખેલાડીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

સુરેન્દ્રનગરનગરના અનેક ખેલવીરોએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે. ત્યારે તા.19 માર્ચ થી 21 માર્ચ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યના ખિરકીયામાં 39મી સિનિયર શુટીંગબોલ નેશનલ ચેમ્પીયનશીપનું આયોજન કરાયુ હતુ. આથી દેશભરના 29 રાજ્યોના ભાઇઓ અને બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમમાં સુરેન્દ્રનગરના કેપ્ટન કૃપાલભાઇ સિતાપરા, કાર્તિકભાઇ દેસાણી, રોહન આચાર્ય, દેવમ જાની, દિગન્ત બગોદરિયા, દિવ્યેશ ઝિંઝુવાડીયાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો.

તેઓએ ઉતકૃષ્ઠ પ્રદર્શન કરતા આંધ્રપ્રદેશ અને જમ્મુકશ્મીરની ટીમોને હરાવ્યા બાદ બેસ્ટઓફ થ્રીમાં સ્થાન મેળવ્યુ હતુ. જ્યાં યુપીની ટીમ સામે માત્ર 15 પોઇન્ટના અંતરે ગુજરાત ટીમ હારી હતી. પરંતુ સુંદર રમતના પ્રદર્શન સાથે ઉપસ્થિત રમતપ્રેમીઓના દિલ જીતી લીધા હતા. ટીમના આ ઉતકૃષ્ઠ દેખાવને સુરેન્દ્રનગર એસોસીએશનના પ્રમુખ યશપાલસિંહ ઝાલા, ઉપપ્રમુખ બ્રિજરજસિંહ ઝાલા, જનરલ સેક્રેટરી અક્ષયભાઇ પઢારીયા તેમજ જોલી ટીમના હોદ્દેદારોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો