તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશ રાજ્યના ખિરકીયામાં 39મા સિનિયર શુટીંગ બોલ નેશનલ ચેમ્પીયનશીપનું આયોજન કરાયુ હતુ.જેમાં 29 રાજ્યોની ટીમો સાથે ગુજરાતરાજ્યની ટીમે ભાગ લીધો હતો.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 6ખેલાડીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.
19 માર્ચ થી 21 માર્ચ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યના ખિરકીયામાં 39મી સિનિયર શુટીંગબોલ નેશનલ ચેમ્પીયનશીપનું આયોજન કરાયુ હતુ. ગુજરાતની ટીમમાં સુરેન્દ્રનગરના કેપ્ટન કૃપાલભાઇ સિતાપરા,કાર્તિકભાઇ દેસાણી, રોહન આચાર્ય,દેવમ જાની, દિગન્ત બગોદરિયા, દિવ્યેશ ઝિંઝુવાડીયાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો. આંન્દ્રપ્રદેશ અને જમ્મુકશ્મીરની ટીમોને હરાવ્યા બાદ બેસ્ટઓફ થ્રિમાં સ્થાન મેળવ્યુ હતુ.જ્યાં યુપીની ટીમ સામે માત્ર 15 પોઇન્ટના અંતરે ગુજરાત ટીમ હારી હતી. ટીમના ઉતકૃષ્ઠ દેખાવને સુરેન્દ્રનગર એસોસીએશનના પ્રમુખ યશપાલસિંહ ઝાલા, ઉપપ્રમુખ બ્રિજરજસિંહ ઝાલા, જનરલ સેક્રેટરી અક્ષયભાઇ પઢારીયા તેમજ જોલી ટીમના હોદ્દેદારોએ બિરદાવી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.