જુગારધામ પર દરોડો:ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમી રહેલા તાલુકા ગ્રામ્ય ભાજપના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના સદસિય સહિત 6 શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારના પટમાંથી રોકડા રૂપિયા 57610, એક કાર અને મોબાઇલ સહીત કુલ રૂપિયા 10,77,610 મુદામાલ કબ્જે કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા APMC ખાતે તાલુકા ગ્રામ્ય ભાજપ ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્ય સહિત 6 શખ્સો જુગાર રમતા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ જુગારધામ દરોડામાં જુગારના પટમાંથી રોકડા રૂપિયા 57610, એક કાર અને મોબાઇલ સહીત કુલ રૂપિયા 10,77,610 મુદામાલ કબ્જે કરાયો હતો.

ધ્રાંગધ્રા એપીએમસીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી
શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે ઠેરઠેર જુગારધામના હાટડા ધમધમવા લાગ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા પોલીસને ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમવાની બાતમી મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડા પાડતાં 6 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેમાં ધ્રાંગધ્રા પોલીસે ધ્રાંગધ્રા APMC ખાતે તાલુકા ગ્રામ્ય ભાજપ ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્ય સહીત 6 શખ્સો જુગાર રમતા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જુગાર રમી રહેલા ભાજપના હોદેદાર ઝડપાયા
આ જુગારધામમા ધ્રાંગધ્રા ભાજપ સંગઠન ગામ્ય ઉપપ્રમુખ લલિતભાઈ માધાભાઈ મેથાણીયા (પટેલ) અને ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના સીતાપુર બેઠકના સદસ્ય અરવિદભાઈ નરસીભાઈ પટેલ પાના ટીંચતા રંગેહાથ ઝડપાયા હતા. આ જુગારધામ દરોડામાં જુગારના પટમાંથી રોકડા રૂપિયા 57610, એક કાર અને મોબાઇલ સહીત કુલ રૂપિયા 10,77,610 મુદામાલ કબ્જે કરાયો હતો. જેમાં ભાજપના પ્રમુખ હોદ્દેદારો જુગાર રમતા ઝડપાતા રાજકારણ ગરમાયું છે.

ધ્રાંગધ્રા APMCમાં ઝડપાયેલા જુગારીઆેના નામ

1- કિરીટ દલીચંદભાઇ ગઢીયા

2- કાંતીભાઇ નાગરભાઇ કાવર

3- આેમદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા

4- લલીતભાઇ માધાભાઇ મેથાણીયા ( તાલુકા ભાજપ ઉપપ્રમુખ )

5- ભૂપતભાઇ હેમુભાઇ સીંધવ

6- અરવિંદભાઇ નરશીભાઇ પટેલ ( સદસ્ય તાલુકા પંચાયત, ધ્રાંગધ્રા )

અન્ય સમાચારો પણ છે...