તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વિશ્વ ગીધ દિવસ:ઝાલાવાડમાં 8માંથી 6 પ્રજાતિનાં ગીધની વસાહત; અતિ દુર્લભ ‘રાજ‘ ગીધ પણ જિલ્લામાં જોવા મળે છે

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા તાલુકાના ગામડામાં આજે પણ ગીધની મોટી સંખ્યા છે

ખનીજ સંપતીથી લઇને અનેક ખુબીઓ અને ઐતિહાસ ઘટનાઓનું ગૌરવ લઇ શકાય તેવી ઘટનાઓ ઝાલાવાડમાં બનેલી છે. પથ્થર, મીઠુ, કાર્બોસેલ, કપચી અને રેતી સહિતની અખુટ ખનીજ સંપત્તી ધરાવતા જિલ્લાની વનરાજી અને ખાસ કરીને દુર્લભ પક્ષીઓ પણ આપણા જિલ્લાની સાન વધારી રહયા છે. 4 સપ્ટેમ્બર એટલે વિશ્વ ગીધ દિવસ છે. ત્યારે ખુબ ઓછા લોકો જાણતા હશે કે જિલ્લામાં 8 પ્રજાતીના ગીધ પૈકી 6 પ્રજાતીના ગીધ જોવા મળે છે. જે આપણા સૌના માટે ગૌરવની વાત છે.

રામાયણના સમયમાં જટાયુ નામના ગીધની વાત સૌ કોઇ જાણે છે. ગંદકી સાફ કરવા માટે જાણીતા ગીધની વસતી આજે દિવસેને દિવસે ઘટી રહી છે.પર્યાવરણ પ્રેમીઓ અને ફોરેસ્ટ વિભાગ ગીધને બચાવવા માટે અનેક પ્રયાસો કરી રહયા છે. અમુક વિસ્તારો માતો ગીધની વસતીનો સફાયો થઇ ગયો છે.

ગુજરાતમાં કુલ 8 પ્રકારની ગીધની જાતીનો એક સમયે વસવાટ હોવાનું પક્ષી વિદોએ નોંધેલુ છે. તે પૈકી 6 પ્રકારની પ્રજાતી સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી રહી છે. જેની તસવીરો યુવા પક્ષીવિદ્દ દેવવ્રતસિંહ મોરીએ કેમેરામાં કંડારી હતી. જિલ્લામાં ખાસ કરીને સફેદ ગીધ, ખેરા, હિમાલય ગીધ,પરદેશી ગીધ અને અતી દુર્લભ એવા રાજગીધ પણ જિલ્લામા઼ જોવા મળેલા છે.

ગીધને બચાવવા કેપ્ટિવિટી બ્રિડિંગ સેન્ટરો શરૂ મોટી જરૂરિયાત છે
ગીધને બચાવવા તે અત્યારની મોટી જરૂરીયાત છે. તેના માટે ખાસ કરીને કેપટીવિટી બ્રિડીંગ સેન્ટરો શરૂ કરવા જોઇએ.ગંભીરતાને ધ્યાને લઇને ઘણા રાજયોએ આવા સેન્ટરોની શરૂઆત કરી દીધી છે. જે વિસ્તારમાં કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં બ્રિડીંગ કરતા હોય એવા વિસ્તારોને રક્ષિત કરી દેવા જોઇએ.> દેવવ્રતસિંહ મોરી – યુવા પક્ષીવિદ્દ વઢવાણ

અન્ય સમાચારો પણ છે...