તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સુરેન્દ્રનગરના નગરા ગામે નદીકાંઠે 6 જુગારી ઝડપાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂ.21,580નો મુદામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાની જુગારની બદીનેસ્તોનાબુદ કરવાની સુચનાને લઇ જોરાવરનગર પોલીસ ટીમે સઘન પેટ્રોલીંગ કાર્યવાહી હાથ ધરી હતી.તે દરમિયાન નગરા ગામે જુગાર અંગે બાતમી મળી હતી. આથી દરોડો કરતા નગરાગામના તળાવ કાંઠે બાવળની આડમાં છ શખ્સો કુંડાળુ વળી તિનપત્તીનો જુગાર રમતા જણાયા હતા.પોલીસ જોઇ નાસભાગ મચી હતી. પરંતુ તૈયારી સાથે આવેલી પોલીસે જીતુ બાલાભાઇ સોલંકી, પ્રવિણ જેરામભાઇ કાલીયા, કરસનભાઇ ભાણો, ભાઇલાલ ધીરૂભાઇ પરાલીયા, વિનુ ગોવાભાઇ બારેયા, દિપા ગલાભાઇ નાકીયા રહે તમામ નગરા ગામને ઝબ્બે કરી લીધા હતા.

તેમની પાસેથી રોકડા 1080, મોબાઇલ -3 કિંમત 10,500, એક બાઇક 10,000 મળી કુલ રૂ.21,580નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ તમામ સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા અંગે ફરીયાદ નોંધાઇ હતી. આ કાર્યવાહીમાં જોરાવરનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ હેમદીપ મારવણીયા, સાહિલભાઇ, ચિરાગભાઇ, દિપકકુમાર, ઇમરાનભાઇ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...