કાર્યવાહી:સુરેન્દ્રનગરમાંથી 126 દારૂની બોટલ સાથે 6 પકડાયા: 67,800ની મતા જપ્ત કરાઈ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 આરોપી પકડાતા દારૂ લઇ જનાર બીજા 5 આરોપીને રાતોરાત પોલીસે ઝડપ્યા

સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝને રાત્રિ પેટોલિંગ દરમિયાન બાતમીના આધારે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ નવા શંકરના મંદિર પાસે મકાન નં. 6માં દારૂની રેડ કરી હતી. જેમાં વિદેશી દારૂ રાખનાર તેમજ આ દારૂનો જથ્થો લઇ જનાર સહિત કુલ 6 આરોપીને રૂ. 67,800ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

સુરેન્દ્રનગર શહેરના જુદા જુદા સ્થળોએ બી-ડિવિઝન પોલીસ ટીમોએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર ઉદ્યોનગર પાછળ શ્રીનગર સોસાયટીમાં રહેતા ગીરીરાજસિંહ ભરતસિંહ ઝાલા તેમના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ નવા શંકરના મંદિર પાસે આવેલા મકાન નં. 6માં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરાતા હોવાની પીએસઆઈ વી.એન.જાડેજાને બાતમી મળી હતી.

આથી પીએસઆઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ એન.સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ પંકજસિંહ એન.હેરમા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં ગિરિરાજસિંહ ભરતસિંહ ઝાલાને રૂ. 14,400ની કિંમતની 48 વિદેશી દારીની બોટલ સાથે પકડી લીધા હતા. જ્યારે બીજો દારૂનો જથ્થો પણ કેટલાક શખ્સો લઇ ગયાનું ખૂલતા પોલીસે રાતોરાત આરોપીના ઘરે દરોડા કરતા સુરપાલસિંહ જયેદવસિંહ જાડેજાને રૂ. 72,00ની કિંમતની 24 દારૂની બોટલ, દિવ્યાંગ ઉર્ફે રાજા પ્રવિણભાઈ જાદવને રૂ. 72,00ની કિંમતની દારૂની 24 બોટલ સાથે દબોચી લીધા હતા.

આ ઉપરાંત રૂ. 9,000ની કિંમતની 30 બોટલ સાથે અસ્લમભાઈ ઉર્ફે અબ્બો ઇકબાલભાઈ કટાર, મહાવીરસિંહ મહેન્દ્રસિંહ મહીડા તેમજ સાહિલભાઈ ઉર્ફે મેહુલ અહેમદભાઈ લંઘાને ઝડપી પાડયા હતા. આમ વિદેશી દારૂમાં 1 આરોપી પકડાતા પોલીસે દારૂની જથ્થો લઇ જનાર આરોપીને પણ રાતોરાત દબોચી લઇને રૂ. 37,800ની કિંમતની 126 બોટલો અને રૂ. 30,000ની કિંમતના 4 મોબાઇલો સહિત કુલ રૂ. 67,800નો મુદ્દામાલ જપ્ત કરી આ બનાવની વધુ તપાસ એ.એન.સોલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...