જુગાર:કૃષ્ણનગરમાં મકાનમાં જુગાર રમતાં 6 ઝડપાયા

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં આવેલા રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીની ટીમે દરોડો કર્યો હતો. જ્યાંથી 49900 રોકડા તથા મુદ્દામાલ સહિત કુલ રૂ.66400ની મતા મળી આવી હતી. બનાવના સ્થળેથી પોલીસે જુગાર રમતા 6ને પકડ્યા હતા.

બારે માસ જુગાર રમતા કેટલાક શખ્સો પોલીસની ઘોસથી બચવા માટે સ્થળો બદલતા રહેતા હોય છે. આથી જ ઘણા એવા લોકો છે કે જેઓ જુગાર રમાડીને પૈસા કમાતા હોય છે. દરમિયાન આવા શખસોને પકડવા માટે એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીએ આપેલી સૂચના અનુસાર પીએસઆઇ વી.ડી.જાડેજા તથા સ્ટાફના એન.ડી.ચુડાસમા, અજયસિંહ ઝાલા, નિર્મળસિંહ, સંજયસિંહ સહિતની ટીમે કૃષ્ણનગરમાં આવેલા મુમતાજબેન મહમદભાઇના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી હમીદ દિલાવરભાઇ જામ, કાસમ અલ્લારખા, ઇમરાન રહીમભાઇ ખોડ, રફીક નુરમહમદ કટિયા અને યુસુબ હેદરભાઇ સામતાણીને જુગાર રમતા પકડી લીધા હતા. બનાવના સ્થળેથી પોલીસને રૂ.49900 રોકડા તથા મોબાઇલ સહિત કુલ રૂ.66400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે આ મકાન હમીદ દિલાવર જામના સાસુ મુમતાજ મહમદભાઇનું છે અને ત્યા તે પૈસા ઉઘરાવીને જુગાર રમાડતો હતો. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...