તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીંબડી અને સુરેન્દ્રનગરમાં પોલીસે ગુડદી પાસાના જુગાર અંગે દરોડા કર્યા હતા. જેમાં લીંબડી હોસ્પિટલની દીવાલ પાસે જુગાર રમતા 3 શખ્સો રૂપિયા 16150ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. આ દરોડામાં 5 જુગારીઓ નાસી ગયા હતા. જયારે સુરેન્દ્રનગરની શાળા પાસે કરાયેલા દરોડામાં 4 જુગારીયાઓ રૂપિયા 5150ની મત્તા સાથે પોલીસના હાથમાં આવી ગયા હતા. લીંબડીની રા.રા.હોસ્પિટલની દીવાલ પાસે પોલીસે જુગારનો દરોડો કર્યો હતો. જેમાં ગુડદી પાસાનો જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી. પોલીસે જુગાર રમતા સંજયભાઇ પરષોત્તમભાઇ મકવાણા, દીનેશભાઇ હમીરભાઇ ચૌહાણ, ચેતનભાઇ મનસુખભાઇ પરમારને રોકડા રૂપિયા 10,650, 2 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5500 મળી 16,150ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
જયારે હરીભાઇ ખાટકી, જાલો ખાટકી, પવો ઉર્ફે છપ્પન પરમાર, કીશોરભાઇ દલપતભાઇ મકવાણા અને અરવીંદભાઇ બચુભાઇ મઢવી ફરાર થઇ ગયા હતા. આ દરોડામાં પીએસઆઇ એમ.કે.ઇશરાણી સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની ડી સ્ટાફની ટીમે લક્ષ્મીપરામાં આવેલી શાળા નં. 16 પાસે જુગાર અંગે દરોડો કર્યો હતો. જેમાં ગુડદી પાસાનો જુગાર રમતા સોહીલ ઉર્ફે વાંઢી મહેબુબભાઇ કુરેશી, સોહીલ ઉર્ફે બાઘડો અબ્બાસભાઇ ઢુંઢા, ઇકબાલભાઇ ઉર્ફે ટટી દીલાવરખાન મીરઝા, અસલમભાઇ ઉર્ફે લંબો દીલાવરખાન મીરઝા રોકડા રૂપિયા 5150 સાથે પકડાયા હતા. આ દરોડામાં વિજયસિંહ, મુકેશભાઇ, હારૂનભાઇ, કીશનભાઇ સહિતનાઓ રોકાયા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.