કોરોના:સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે કોરોનાના 6 કેસ અને 10 દર્દી સાજા થયા

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણ શહેરમાં-5, ધ્રાંગધ્રા ગ્રામ્યમાં-1 કેસ
  • 104 લોકો સાજા થતા 31 એક્ટિવ કેસ,14,193 બુસ્ટર ડોઝ સહિત 15,142 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-5, ધ્રાંગધ્રામાં-1 સહિત કુલ 6 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા. આ દિવસે 10 લોકો સાજા થતા 31 એક્ટિવ કેસ રહ્યા હતા. જ્યારે જિલ્લામાં 15,142 લોકોએ રસી લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે આરટીપીસીઆરના-777 અને એન્ટિજનના-106 સહિત કુલ 883 લોકોના ટેસ્ટ કરાયા હતા.જેમાં વઢવાણ શહેરમાં-5, ધ્રાંગધ્રા ગ્રામ્યમાં-1 સહિત કુલ 6 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા હતા. આ દિવસ 10 દર્દી સાજા થતા જિલ્લામાં હાલ કુલ 135 કેસોમાંથી 104 લોકો સાજા થતા 31 એક્ટિવ કેસો રહ્યા છે.

જ્યારે શુક્રવારે 63 કેન્દ્રો પર 15,142 લોકોએ રસી મુકાવતા રસીકરણનો કુલ આંક 32,05,556 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં 14,80,110 લોકોએ પ્રથમ તેમજ 15,90,750 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 1,34,696 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. કુલ રસીકરણમાં 16,45, 395 પુરૂષો તેમજ 14,24,922 મહિલાઓએ રસી લીધી હતી. જેમાં કોવિશિલ્ડની 25,17,062 અને કોવેક્સિનની 6,04,825 લોકોએ ડોઝ લીધો હતો. જિલ્લામાં 12 થી 14 વર્ષના લોકોએ 83,669 કોબર વેક્સનની ડોઝ લીધો હતો. આ ઉપરાંત 15 થી 17 વર્ષની ઉંમરના 2,37,975 અને 18થી 44ની વયના 17,88,991 અને 45થી 60ની ઉંમરના 6,24,731 તેમજ 60થી ઉપરની વયના 4,01,663 લોકોએ રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...