નેપાળના કાઠમાડુંમાં સાઉથ એશિયન વાડોકાઇ કરાટે ચેમ્પિયનશિપનું તાજેતરમાં આયોજન કરાયું હતું. જેમાં વિવિધ દેશોના 240 ખેલાડી સાથે સુરેન્દ્રનગરના 6 ખેલાડીએ ભાગ લીધો હતો.જેમાં સુંદર રમતનું પ્રદર્શન કરતા કુમીતે ફાઇટમાં 4 સિલ્વર, 1 બ્રોન્ઝ અને કાતા ફાઇટમાં 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
ઓલ ઈન્ડિયા વાદોકાઈ કરાટે ડો એસોસિયેશન દ્વારા તાજેતરમાં સાઉથ એશિયન વાડોકાઇ કરાટે ચેમ્પયનશિપ 2022 કાઠમંડુ નેપાળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેપાળ, ભારત ઉપરાંત શાર્ક દેશોમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને ભૂતાનથી આશરે 240 જેટલા ખેલાડીએ લીધો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાંથી 6 ખેલાડીએ ડાયરેક્ટર અરવિંદ રાણા, ટીમ મેનેજર અને સ્પોર્ટ્સ કરાટે વિભાગના ડાયરેક્ટર ચક્રબહાદુર દમાઇ, કોચ મહેશ દમાઈ અને તપન દવેના માર્ગદર્શનમાં ભાગ લીધો હતો. જેમાં ખેલાડીઓએ તેમના ઉંમર પ્રમાણેની કેટેગરીમાં પ્રશંસાજનક રમતનું પ્રદર્શન કર્યું હતું.
જેમાં કુમીતે સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવનાર ખેલાડીઓમાં દયામીય માતા ઇગ્લીશ સ્કૂલના દેવરાજસિંહ ભાટી, અલ્ટ્રાવિઝનના પ્રિયાંક આદેશરા, કુ.શ્રી દિપાંશી શર્મા, સેન્ટહિલેરી સ્કુલ ધ્રાંગધ્રાના કુશલકુમાર કમાણી હતા. જ્યારે બ્રોન્ઝ મેડલ મેળવનાર ખેલાડીઓમાં બચપન સ્કૂલના વિરજસિંહ વાઘેલા, દેવરાજ સિંહ ભાટી, પ્રિયાંક આદેશરા અને કુશલકુમાર કમાણીને કાતાં ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આમ 4 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ કુમિતે ફાઇટ બુંદામાં તથા 3 બ્રોન્ઝ મેડલ કરાટેની કાતા ઇવેન્ટમાં મેળવી ખેલાડીઓએ તેમના કુટુંબ, સમાજ, શાળા અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચું કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.