કડક કાર્યવાહી:ધ્રાંગધ્રાના ભરાડા અને કોંઢ ગામે દેશી દારૂની ભઠ્ઠી સાથે 6 શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા વિસ્તાર દેશી દારૂ ની પ્રવૃતીઓ સામે તાલુકા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી કોંઢ અને ભરાડા ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે 2 શખ્સોને અને દારૂ પીધેલા 4 શખ્સોને ઝડપી લીધા હતા. ધ્રાંગધ્રા વિસ્તાર દારૂ જુગારની પ્રવૃતીઓ સામે કડક કાર્યવાહી કરવાની એસપી હરેશભાઈ દુધાતં અને ડીવાયએસપી જે.ડી.પુરોહિતની સુચનાઓને લઈને એએસપી શીવીમ વર્મા, પીઆઈ એમ.બી.હીરાણી, માગીલાલ, અજયસિંહ, વિજયસિંહ, ખુમાનસિહ અને સ્ટાફ દ્વારા બાતમી મળતા કોંઢ ગામની સીમમાં રેડ પાડી હતી.

જેમાં પ્રહલાદસિંહ ઝાલા પાસેથી દેશી દારૂ આથો સહિત ભઠ્ઠીનો સામાન ઝડપી પાડવામાં આવ્યા હતા. જયારે ભરાડા ગામમાં રેડ પાડી જેઠાભાઈ નાનુભાઈ બારણને તેમજ દારૂ પીધેલી હાલતમાં રમેશભાઈ કરશનભાઈ પાટડીયા, મહેશભાઈ કરશનભાઈ પાટડીયા, મુકેશભાઈ ભીમજીભાઈ સોલકી અને ભુપતભાઈ પોપટભાઈ દેલવાડીયાને ઝડપી પાડી દારૂ આથો ભઠ્ઠી સહિત કુલ 14,000નો મુદામાલ બંને રેડ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં પ્રોહીબીશન મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...