દારૂની હેરાફેરી:પાટડીના છત્રોટ સુશિયા રોડ પરથી સંતાડેલી વિદેશી દારૂની 577 બોટલો ઝડપાઇ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીના છત્રોટ સુશિયા રોડ પરથી સંતાડેલી વિદેશી દારૂની 577 બોટલો ઝડપાઇ - Divya Bhaskar
પાટડીના છત્રોટ સુશિયા રોડ પરથી સંતાડેલી વિદેશી દારૂની 577 બોટલો ઝડપાઇ
  • પોલીસે વિદેશી દારૂ અને મોબાઇલ મળી કુલ રૂ.67 હજાર 700નો મુદ્દમાલ જપ્ત કર્યો

દસાડા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાટડીના છત્રોટ સુશિયા રોડ પરથી સંતાડેલી વિદેશી દારૂની 577 બોટલો ઝડપી પાડી હતી. દસાડા પોલીસે આ દરોડામાં વિદેશી દારૂ અને મોબાઇલ મળી કુલ રૂ. 67 હજાર 700નો મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં હતા.

ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર સહિતના પોલિસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે છત્રોટ સુશીયા ગામ જતા રોડ પર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારીને સંતાડેલો હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડતા ત્રણ ઇસમો પોલીસને જોઇને ભાગવા જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડ્યા હતા.

જેમાં અભેસિંગ મોટાભાઈ ઠાકોર, વિપુલ રમેશભાઈ ઠાકોર અને કિરણ દલાભાઇ ઠાકોરને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- 462, કિંમત રૂ. 46 હજાર 200, બિયર ટીન નંગ- 115, કિંમત રૂ. 11 હજાર 500, મોબાઇલ નંગ- 2, કિંમત રૂ. 10 હજાર મળી કુલ રૂ. 67 હજાર 700ના મુદ્દામાલ સાથે ઝબ્બે કર્યા હતા.

આરોપીઓની પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સીપુર ગામના બીજલી કાળુજી ઠાકોર પાસેથી લીધુ હોવાનું ખુલ્યું હતુ. દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એચ.એલ.ઠાકર, દાનાભાઇ રંજીયા, લીલાભાઇ ગોયલ, ઇશ્વરભાઇ રત્નાભાઇ અને દિપકભાઇ જયંતિભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...