તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના 57 કેસ, સરકારી ચોપડે માત્ર 14

સુરેન્દ્રનગર,લીંબડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થાનમાં 3 દિવસમાં 73 સંક્રમિત, મંગળવારે 95 લોકોનું ટેસ્ટિંગ કરાતાં 43ને કોરોના પોઝિટિવ આવ્યો

હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન ઝાલાવાડમાં કોરોના કેસનો વિસફોટ થયો હતો. તેમ થાનમાં 3 દિવસમાં 73 લોકો કોરોના સંક્રમિત થયા હતાં. જ્યારે લખતરમાં 4 કેસ નોંધાયા હતાં. આમ મંગળવારના રોજ સરકારી ચોપડે જિલ્લામાં 10 કેસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યુ હતુ. જ્યારે વેપારી મંડળની એક બેઠકમાં કોરોનાના વધતાં સંક્રમણને રોકવા લીંબડી શહેર 2 એપ્રિલે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે કોરોના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે થાનમાં કોરોનાએ ભરડો લીધો હતો તેમ ત્રણ દિવસમાં 73 પોઝિટીવ કેસો આવ્યા હતા. આ અંગે થાન તાલુકા હેલ્થ ઓફિસર સી.એમ.પટેલે જણાવ્યુ કે, થાનમાં તા. 27 માર્ચે 12, તા. 29 માર્ચે 18 પોઝિટીવ કેસો આવ્યા હતા. જ્યારે તા. 30 માર્ચે 95 લોકોનું ટેસ્ટિંગ કરાતા 43 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો હતો. આમ આ ત્રણ દિવસો દરમિયાન 73 પોઝિટીવ કેસો નોંધાયા હતા. થાનના જોગ આશ્રમ, હરીનગર, રેલવે સ્ટેશન, અંબિકા સોસયાટી સહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટીવ આવેલા છે ત્યાં આરોગ્ય ખાતાની ટીમ મોકલી દેવામાં આવી છે. આ તમામ કેસોને થાન ખાતે હોમકોરાન્ટાઇન કરવામાં આવ્યા છે. બીજી તરફ મંગળવારે લખતરમાં 1, ઘણાદમાં-1 તેમજ ઓળકમાં -2 સહિત 4 કેસ નોંધાયા હતાં. જ્યારે ધ્રાંગધ્રામાં -4, મૂળીમાં-1, સાયલામાં -2 તેમજ વઢવાણમાં 3 મળી કુલ 14 કેસો નોંધાયા હતા. પરિણામે હાલ કુલ 139 એક્ટિવ કેસો સાથે કુલ કેસનો આંક 3577 પહોંચ્યું છે.

મંગળવારે કોરોનાથી એકપણ મોત થયુ ન હતુ
લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને હેલ્થ ઓફિસર ડૉ.જૈમિન ઠાકર, PSI એમ.કે.ઈશરાણી, શંકરભાઈ દલવાડી, વેપારી એસો.ના પ્રમુખ જાફરભાઈ કોઠીયા સહિત વેપારી મંડળની બેઠક મળી હતી. કોરોનાના વધતાં સંક્રમણને રોકવા સરકારી ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરવાની ચર્ચા કરવામાં આવી હતી. વેક્સિનેશનનું કામ પૂર્ણ કરવા તા.2 એપ્રિલે લીંબડીના વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો દંડાત્મક કાર્યવાહીની ચીમકી ઉચારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો