મેગા વેક્સિનેશન:શુક્રવારે જિલ્લામાં 1 જ દિવસમાં 52,292નું રસીકરણ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનાં 285 ગામો, થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે એક દિવસમાં 52,292 લોકોએ રસીનો લાભ લીધો હતો. જ્યારે શનિવારે સાંજના 8 કલાક સુધીમાં 17,741 લોકોએ રસી મૂકાવતા જિલ્લાનું કુલ રસીકરણ 13,26,295 થયુ હતુ. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 71માં જન્મદિન નિમિત્તે કોરોના મહાઅભિયાન અંતર્ગત જિલ્લામાં 18થી વધુની વયની એકપણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે માટે જિલ્લા કલેક્ટર એ.કે. ઔરંગાબાદકરના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. એન. કે. ગવ્હાણેના પ્રયાસોથી જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રીક્ટ-સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ સહિતના આશરે 421 કેન્દ્રો ખાતે કોરોના મેગા વેક્સિનેશન ડ્રાઈવ યોજાઇ હતી.

છેવાડાના વિસ્તારોમાં જૂથ વેકસિનેશન માટે ફ્લાઇંગ વેક્સિનેશન ટીમોને પણ વર્ગ-1 ના નોડલ અધિકારી સાથે કાર્યરત કરવામાં આવી હતી. તા.17 મી સપ્ટેમ્બર,2021ના રોજ રાત્રિ સુધીમાં જિલ્લાના કુલ 52,292 જેટલા વ્યક્તિઓને કોરોના વેક્સિન હેઠળ આવરી લેવાયાં હતા. જિલ્લામાં રાત્રિના 10.00 કલાક સુધી આ વેકસીનેશન ડ્રાઇવ અંતર્ગત રસીકરણ ચાલુ રાખવામાં આવ્યું હતું. શનિવારે કુલ 68 કેન્દ્રો પર 18,71 રસી મૂકાવતા 9,91,552 પ્રથમ અને 3,34,743 બીજા ડોઝ સાથે કુલ 13,26,295 લોકોનું રસીકરણ થયુ હતુ. જેમાં 7,00,280 પુરૂષો અને 6,25,807 મહિલાઓનો સમાવેશ થાય છે.

કોવિશીલ્ડની 11,70,876 અને કોવેક્સિનની 1,55,419 રસી સાથે 18-44 વયના 7,24,814, 44-60ની ઉંમરના 3,65,177 તેમજ 60થી ઉપરની વયના 2,36,304 લોકોએ રસીનો લાભ લીધો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ચંદ્રમણી કુમારે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કોરોના મેગા વેક્સિનેશન ડ્રાઇવનું સફળ આયોજન થયું છે. જેમાં જિલ્લામાં કુલ 285 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે, તેમજ થાનગઢ નગરપાલિકા જિલ્લાની પ્રથમ નગરપાલિકા બની છે, જ્યાં લાયક હોય તેવા 100 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...