કોરોના રસીકરણ:મંગળવારે 5165એ રસી લીધી કુલ રસીકરણ 23.87લાખ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 12.08 લાખે પ્રથમ, 11.79 લાખે બીજા ડોઝ લીધો

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે 65 કેન્દ્ર પર 5165 લોકોએ રસી લેતા જિલ્લામાં કુલ 23.87 લાખ લોકોનું રસીકરણ થયંુ હતું. કુલ રસીકરણમાં જિલ્લાના 12.68 લાખ પુરૂષો અને 11.18 લાખ મહિલાઓએ રસી લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના સમયાંતરે એક એક કેસ કરીને કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર સહિતના નિયમોનું પાલન કરવંુ લોકો માટે જરૂરી બની રહ્યું છે.

સોમવારે જિલ્લામાં 1 કેસ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તંત્ર પણ કામે લાગ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 21 ડિસેમ્બરને મંગળવારે 1686 પ્રથમ અને 3479 બીજા ડોઝ સાથે 65 કેન્દ્રો પર 5165 લોકોએ રસી મૂકાવી હતી. જેના કારણે 12,08,192 પ્રથમ અને 11,79,378 બીજા ડોઝ સાથે કુલ 23,87,570 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 18-44 વયના 14,79,850, 45-60ની ઉંમરના 5,74,693 તેમજ 60થી ઉપરની વયના 3,33,027 લોકોનો સમાવેશ થાય છે. જિલ્લાના 12,68,829 પુરૂષો અને 11,18,3620 મહિલાઓએ કોવિશિલ્ડની 21,27,388 તેમજ કોવેક્સિન રસીના 2,60,182 ડોઝ લીધા હતા.

જિલ્લામાં મંગળવારે દર કલાકે થયેલું રસીકરણ

સમયપ્રથમબીજો18-4445-6060+કુલ
96122794083
1026931271119
119569855714789793
1223367066216378903
1555504817174681059
21793884358943567
31673944448730561
422547552313245700
51041311844110235
6210481187106
7390331439
કુલ1686347938968833855165
અન્ય સમાચારો પણ છે...