ધરપકડ:મઢાદ ગામની સીમમાં હાઇવે રોડ પરથી 500 લીટર બાયોડિઝલ ઝડપાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 3 શખસ ઝડપાયા, બાયોડિઝલ, ટાંકો, ટ્રક, ફ્યુઅલ પંપ સહિત રૂ.12.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

જોરાવરનગ પોલીસના એએસઆઇ લીંબડીથી સુદામડા જતા મઢાદ ગામની સીમમાં હાઇવે પર ટ્રકમાંથી ખાલી ટાંકામાં ફ્યુઅલ જેવી વસ્તુ ભરતા શખ્સો જણાતા પૂછપરછ હાથ ધરી હતી. જેની તપાસમાં કોઇકાગળકે પ્રમાણ ન મળતા ટ્રક,બાયોડિઝલ, ટાંકા, ફ્યુઅલ પંપ સહિત રૂ.12.93 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. ત્રણ શખ્સો અને તપાસમાં નામ ખુલે તે શખ્સોની સાની સામે જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા બાયોડિઝલના વેપલાને ડામી દેવા જિલ્લા પોલીસ વડાની સુચનાને લઇ પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જોરાવરનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ રણજીતસિંહ ચૌહાણ તથા ઘનશ્યામભાઇ ઇનક્વાયરીના કામે નાયબ પોલીસ અધિક્ષક લીંબડીની કચેરીથી જવાબ લખાવી લીંબડીથી સુદામડા જવા નીકળ્યા હતા. તે દરમિયાન મઢાદ ગામની સીમમાં હાઇવે રોડપાસે સ્ટોન ઇન્ડસ્ટ્રીઝના ભરડીયા બહાર બે શખ્સો આઇસરટ્રકમાંથી ફ્યુઅલ પંપ ફિટકરી ટાંકામાં બાયોડિઝલ જેવુ ભેળસેળીયુ પ્રવાહી રાખી ડમ્પરમાં ભરતા જણાયા હતા.

આથી તેમને અટકાવી નામ પુછતા પ્રવિણભાઇ સાગરભાઇ કુમાદરા રહે વસ્તડી, વઢવાણ, હર્ષદભાઇ ભરતભાઇ ડાબારા રહે ફુલગ્રામ વઢવાણ હોવાનું જણાવ્યુ હતુ. વધુ પૂછપરછમાં આ બાયોડિઝલ જેવું પ્રવાહી જયેશભાઇ પટેલ (રહે.ફુલગ્રામ વઢવાણ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસ ટીમે બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી લીટર-500 કિંમત રૂ.33,500, ટાંકો કિંમત 10,000 આઇસર ટ્રક 2,00,000, ફ્યુઅલ પંપ કિંમત રૂ.50,000, ડમ્પર રૂ.10,00,000 સહિત રૂ.12,93,500નો મુદામાલ જપ્ત કર્યો હતો. પ્રવિણભાઇ કુમાદરા, હર્ષદભાઇ ડાબારા, તથા જયેશભાઇ પટેલ સામે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ બનાવની વધુ તપાસ પીએસઆઇ એન.એચ.કુરેશી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...