લોકમાગ:50 વર્ષ જૂની કોઠરિયા ગ્રામ પંચાયત કચેરી જર્જરિત હાલતમાં, અકસ્માતનો ભય

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતમાં કોઇ દૂર્ઘટના બને તે પહેલા યોગ્ય કરવા લોકમાગ કરાઇ
  • 10 વર્ષથી નવી પંચાયત બનાવવની માત્ર વાતો જ થઇ રહી છે ગ્રામજનો

કોઠારીયા ગામનો વહીવટ સમગ્ર પંચાયત કચેરી કરી રહી છે. ત્યારે આ જ કચેરી 50 વર્ષથી જર્જરિત હાલતમાં હોવા છતા બેઠક સહિતના કાર્યક્રમો થઇ રહ્યા છે. જ્યારે જીવના જોખમે પણ ગ્રામજનો-અરજદારો આવી રહ્યા છે. પરિણામે પંચાયતમાં કોઇ દૂર્ઘટના થાય તે પહેલા યોગ્ય કરવા ગ્રામજનોમાં માગ ઉઠી હતી.

વઢવાણના કોઠીરાયાની અંદાજે 4500થી વધુ વસ્તી ધરાવતુ ગામ છે. ત્યારે ગામની પ્રાથમિક સુવિધાથી લઇને તમામ પ્રકારનો વહીવટ ગ્રામપંચાયત કરી રહી છે. પરંતુ 50 વર્ષથી ગામમાં પંચાયત કચેરી આવેલી છે. આ કચેરી હાલ જર્જરિત બનતા ઉપરની છતમાં પણ નળીયા પડુ પડુ થઇ રહ્યાં છે. ચોમાસમાં પણ અડધાફુટ જેટલુ પાણી આવી જાય છે. આ અંગે ગામના દિનેશભાઈ સોલંકી, કાનજીભાઈ રાજપુત સહિતના લોકોએ જણાવ્યું કે, હાલ ભયના ઓથાર નીચે પંચાયત કચેરીમાં સરપંચ, તલાટી, સભ્યો સહિતના લોકો કામગીરી કરી રહ્યાં છે.

છેલ્લા 10 વર્ષથી પંચાયત નવી બનાવવાની છે તેવી માત્ર વાતો જ કરવામાં આવી રહી છે. આ બાબતે સરપંચ, તલાટી, સભ્યો તાલુકા તેમજ જિલ્લાકક્ષાએ રજૂઆત કરે તેવી લોકોની માંગણી છે. શું 2023માં નવી પંચાયત કચેરી થશે કે પછી ગામલોકો આ જર્જિરત ગ્રામપંચાયતને તાળાબંધી કરશે ત્યારે જ તંત્ર ધ્યાન આપશે તેવુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ.

ગામમાં લોકોની નવી ગ્રામપંચાયતની કચેરી મળે તે માટે બે વાર મંજુરી મળી ગઇ હતી. પરંતુ હાલમાં કચેરી માટે ગામમાં 20 ફુટ પહોળી, 60 ફૂટ લંબાઇવાળી જગ્યા છે. જ્યારે નવી કચેરી માટે નિયમ મુજબ 33 ફૂટ પહોળી અને 50 ફૂટ લંબાઇવાળી જગ્યા જોઇએ છે. પરિણામે જગ્યાના અભાવે પ્લાન મંજુર થતો નથી. જેના કારણે નવી પંચાયત બની શકતી નથી.- પ્રવિણભાઇ ટી. હડીયલ, સરપંચ.

અન્ય સમાચારો પણ છે...