તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:શાળા-કોલેજના વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરો: NSUI

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
એનએસયુઆઇએ જિલ્લા કલેક્ટર કચેરીમાં ફી માફી અને સરકારી શાળમાં વર્ગો વધારવા બાબતે આવેદન પાઠવ્યું હતું. - Divya Bhaskar
એનએસયુઆઇએ જિલ્લા કલેક્ટર કચેરીમાં ફી માફી અને સરકારી શાળમાં વર્ગો વધારવા બાબતે આવેદન પાઠવ્યું હતું.
  • NSUIએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી માગ કરી

સુરેન્દ્રનગર એનએસયુઆઇએ જિલ્લા કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને આવેદન પાઠવ્યું હતું. જેમાં ધો.10માં માશ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે માટે આગળના ધોરણના વર્ગો વધારવા તથા શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફ કરવા માગ કરી હતી.

આ અંગે એનએસયુઆઇના ધ્રુવરાજસિંહ ચુડાસમા, કોંગ્રેસ પ્રવક્તા સાહિર સોલંકી સહિતનાઓએ જણાવ્યું કે સરકાર બહેરી હોવાથી કચેરીના ગેટ પાસે બોમ ફોડી સૂત્રોચ્ચાર સાથે આવેદન પાઠવ્યું હતું. શાળાઓ બંધ હોવાથી ખાનગી શૈક્ષિણક સંસ્થાઓ ઇલેક્ટ્રિકસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઇ જેવા દૈનિક ખર્ચ થતા નથી. લોકડાઉનના કારણે મધ્યમ અને નાનાવર્ગના પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ એનએસયુઆઇએ રજૂઆત કરતા 10 જૂને મુખ્યમંત્રીએ ફી બાબતે નિર્ણય લેવાનું કહ્યું પરંતુ નિર્ણય લીધો નથી. જ્યારે શાળાઓએ ફી ઉઘરાણા ચાલુ કરી દીધા છે. આથી સરકાર શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફી આપેતો કોરોના કપરા કાળમાં રાહત મળશે.ધો.10માં માશપ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશથી વંચિત રહી જાય છે.

આ બાબતોએ સરકાર જલ્દી નિર્ણય નહીં લેતો એનએસયુઆઇ વાલી અને વિદ્યાર્થીઓને સાથે રાખી રાજ્ય વ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...