પેટ્રોલ અને ડીઝલ કરતાં શાક મોંઘું:શાકભાજીના ભાવમાં 15 દિવસમાં 50%નો વધારો : રૂ. 80ના શાકના ભાવ 120 થયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓછું ઉત્પાદન અને નવી શાકભાજીની આવકથી પડી રહેલો માલ બગડી જતાં યાર્ડ-શાકમાર્કેટના વેપારીઓ મુંઝાયા
  • લીલા વટાણા રૂ.250, મેથી રૂ.200 અને મરચાં રૂ. 80થી 100, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  • દરરોજ 1 વેપારીદીઠ 15થી 20 કિલો શાકભાજી બગડી જતાં નાખી દેવાનો વારો આવ્યો છે
  • શાકભાજીનો જોઈએ તેવો ઉપાડ થતો નથી, ઘરાકી મધ્યમ છે, વેપારીઓને હાલ નફાનું ધોરણ નથી

સુરેન્દ્રનગર જિલ્લામાં શાકભાજીના ભાવે પેટ્રોલ-ડિઝલના ભાવોને પણ પાછળ રાખી દીધા છે. હાલ સર્જાયેલી પરિસ્થિતિના કારણે હાલ જિલ્લાની ગૃહિણીઓને રસોડું કેમ ચલાવવું તેની મૂંઝવણ થઇ ગઇ છે. મોટા ભાગના શાકભાજીના ભાવ કિલોના 100ની આસપાસ તેમજ લીલા વટાણા, મેથીએ તો 200નાં આંકને પાર કર્યો છે.

જિલ્લામાં પેટ્રોલ, ડિઝલ, ઘરવપરાસના ગેસના ભાવોમાં વધારો થતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હવે શાકભાજીનું ઉત્પાદન ઓછું થતા તેમજ નવી શાકભાજી આવતા તેના ભાવો આસમાને પહોંચી જતા ગૃહિણીઓ પરેશાન બની છે. હાલ વિવિધ શાકભાજીમાં કિલોએ 250થી માંડીને 80થી 100 સુધી ભાવો પહોંચી ગયા છે.

રિટેલ વેપારી કિશનભાઇ સાકળિયા, સોહમભાઈ પનાળિયા, અતુલભાઈ સાકળિયા, રમેશભાઈ લકુમ, ભાર્ગવ મકવાણા વગેરે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસ બાદ શાકભાજીના ભાવમાં 40થી 50 ટકાનો વધારો થયો છે. ઘરાકી મધ્યમ છે. પરંતુ જે શાકભાજીનો ઉપાડ થવો જોઇએ તે ન થતા દરરોજ એક વેપારી દીઠ 15થી 20 કિલો શાકભાજી બગડી જતા તેને નાંખી દેવાનો વારો આવ્યો છે. પરિણામે વેપારીઓને પણ હાલ નફાનુ ધોરણ નથી.

લોકો ડુંગળી અને કોઠળનો ઉપયોગ કરી રહ્યા છે શાકભાજીના ભાવ ઉંચકાતા શાકભાજીના વિકલ્પ તરીકે મહિઆઓ ડુંગળી અને કઠોળની પસંદગી કરી રહી છે. જો કે ડુંગળી પણ રૂ. 50ની કિલો તેમજ કઠોળ સરેરાશ કિલોએ 80 રૂપિયા હોવાથી ખાસ કશી બચત થતી નથી. મોટા ભાગના પરિવારોમાં ગૃહિણીઓ શાકભાજીના વિક્લપ તરીકે પ્રમાણમાં થોડા સસ્તા ડુંગળી અને કોઠળનો વધુ ઉપયોગ કરી રહી છે.

શાકભાજી પાછળ દૈનિક રૂ. 160નો ખર્ચ કરવો પડે છે
શાકભાજી ખૂબ જ મોંઘુ થઇ ગયું છે. 4 માણસના પરિવારને અડધો કિલો લીલોતરી લેવા જઇએ તો રૂ. 60 વધુ ચૂકાવવા પડે છે. એક કિલો બટેટા લેવા જઇએ તો રૂ. 30થી 40 ચૂકવવા પડે. તે ઉપરાંત ધાણા, આદુ, લીંબુ, મરચા પાછળ ઓછામાં ઓછો રૂ. 60થી 70નો ખર્ચ કરવો પડે છે. આમ કુલ મળીને રોજના શાકભાજી પાછળ અંદાજે રૂ. 160નો ઓછામાં ઓછો ખર્ચ કરવોપડી રહ્યો છે. જેના લીધે ઓછી આવકના પ્રમાણે ઘર ચલાવવું કઠીન બની રહ્યું છે. > મંજુબેન પરમાર, ગૃહિણી

શાકભાજીના રિટેલના ભાવ

શાકભાજીભાવ (કિલોએ)
લીલા વટાણા250
મેથી200
વાલોળ100
તુવેર100
મરચા80-100
ટીંડોળા80-100
ફલાવર80-100
રીંગણા60-80
ભીંડો60-80
ટમેટા60-70
અન્ય સમાચારો પણ છે...