સુરેન્દ્રનગર જિલ્લામાં વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવના કારણે મંગળવારે વીજચોરોમાં દોડધામ મચી હતી. આ કાર્યવાહીમાં વઢવાણ, મૂળી, થાન, ચોટીલા પંથકના સિટી વિસ્તારો તેમજ રહેણાંક, ઇન્ડસ્ટ્રીયલ,વાણીજન્ ય તેમજ ખેતીવાડીના કુલ 468 જોડાણો ચેકિંગ કરતા 50માં ગેરરિતી જણાતા રૂ. 60 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા.
3-1-2023ને મંગળવારે સુરેન્દ્રનગર વર્તુળ કચેરી પીજીવીસીએલ હેઠળ મૂળી, ચોટીલા, થાન, વઢવાણ પેટા વિભાગીય કચેરીમાં કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. આથી એસઆરપી કાફલા સાથે 9 ટીમોએ જુદા જુદા સ્થળોએ દરોડા કર્યા હતા. જેમાં રહેણાંકના -352, વાણીજન્યના-46, ઇન્ડસ્ટ્રીયલના-10, ખેતીવાડીના-60 સહિ કુલ 468 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા.
જેમાં રહેણાંકના-40, વાણીજન્યના-2, ઇન્ડસ્ટ્રીયલના-2, ખેતીવાડીના-6 સહિત કુલ 50 વીજ જોડાણોમાં ગેરરિતી જોવા મળતા તંત્ર પણ ચોંકી ઉઠ્યુ હતુ. તમામ વીજચોરી કરનાર લોકોને રૂ. 60,00,000ના વીજબીલ ફટકારવામાં આવતા દોડધામ મચી હતી. આ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવમાં વીજતંત્રના અધિકારીઓ સહિતની ટીમ જોડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.