ચૂંટણી:સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠકમાં 57 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 38 ફોર્મ રદ થયાં અને 22 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યાં
  • સૌથી​​​​​​​ વધુ લીંબડી બેઠક પર ઉમેદવારો વચ્ચે ચૂંટણી

સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો ગુરુવારે છેલ્લો દિવસે હતો. આ દિવસે જિલ્લામાં 117 ફોર્મ ભરાયાં હતાં તેમાંથી 2 દિવસમાં 38 ફોર્મ રદ થયાં હતાં જ્યારે 22 ફોર્મ પરત ખેંચાયાં હતાં. આમ જિલ્લામાં વિધાનસભાની 5 બેઠક પરથી હવે 57 ઉમેદવાર વચ્ચે ચૂંટણીજંગ ખેલાશે.

ઝાલાવાડની પાંચ વિધાન સભા બેઠકોની ચૂંટણી ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા 5 નવેમ્બરથી ચાલુ કરાયા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં છેલ્લો દિવસ 14 નવેમ્બર હતો. જિલ્લામાં કુલ 271 ઉમેદવારી ફોર્મ ઉપડ્યાં હતાં. તેમાંથી 14મી સુધીમાં કુલ 117 ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત આવ્યાં હતાં, જેમાં લીંબડીમાં 29, વઢવાણમાં 23, પાટડીમાં 22, ધ્રાંગધ્રામાં 25, ચોટીલામાં 18 અને ઉમેદવારી ફોર્મ પરત આવ્યાં હતાં. આમ જિલ્લામાં હાલ કુલ 117 લોકોએ ઉમેદવારી કરી હતી.

મંગળવારથી ઉમેદવારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા દરેક વિધાનસભા વિસ્તારના તાલુકા સેવાસદનમાં હાથ ધરાતા 38 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 હતી.આથી અપક્ષ ઉમેદવારોની મનાવવા મુખ્યપક્ષોએ જોર લગાવ્યા હતા.જેમાં 2 દિવસમાં 22 જેટલા ફોર્મ પરત ખેંચાયા હતા.

આમ સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર છેલ્લી સ્થિતિએ 57 ઉમેદવારો ચૂંટણી જંગ ખેલાશેનું સ્પષ્ટ થયું હતું. હવે જિલ્લાભરમાં પ્રચાર પડઘમો ઘેરઘેર ચાલી રહ્યા છે ત્યારે આગામી તા.1 ડિસેમ્બરે મતદારો પોતાનો મત આપશે.

અન્ય સમાચારો પણ છે...