વાતાવરણમાં પલટો:માવઠાથી એક દિવસમાં લઘુતમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે લઘુતમ તાપમાન 13 અને મહત્તમ તાપમાન 26.3 ડિગ્રી નોંધાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી.જેમાં બુધવારે અને ગુરૂવારે વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ રહ્યો હતો.આથી વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધતા તાપમાનનો પારો ગગડ્યો હતો.આમ એક દિવસમાં ઠંડી વધતા લધુતમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.

ચૂડામાં વાદળિયા વાતાવરણ અને ધુમ્મસ વચ્ચે શુક્રવારે હોમગાર્ડ જવાનોએ પરેડ કરી હતી. કમાન્ડિંગ ઑફિસર પરમાર મહિપતસિંહ તેમજ જે. કે. સહિત હોમગાર્ડ યુનિટના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સપ્તાહનું તાપમાન

તારીખલધુતમમહતમ
114.428.3
215.829.3
317.429.8
41829.8
519.824.8
61821
71326.3
અન્ય સમાચારો પણ છે...