સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જુગારની બદીને નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી.જેને લઇ પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં, એએસઆઇ એન.ડી.ચુડાસમા, અજયસિંહ ઝાલા, નિકુલસિંહ, નિર્મળસિંહ, સંજયસિંહ સહિત ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વઢવાણ માર્કેટિંગ યાર્ડ પાસે દરોડો કર્યો હતો.
બાવળની આડમાં વરલી મટકાનો જુગાર રમતા ડાંગસીયાપરા વઢવાણના શક્તિસિંહ કરણસિંહ ઝાલા, સિલ્વરપાર્ક સોસાયટી 80 ફૂટ રોડના અનિલ દીનમહંમદ બાઘડીયા, પીરવડલા સોસાયટી વઢવાણ ગોવિંદ ભીખાભાઇ સુરજા, કૃષ્ણનગરના રવિ નારુભાઇ ભોજવીયા, જૂની હાઉસિંગના દિલિપ હરીભાઇ લાડવાને ઝડપ્યા હતા. વરલી મટકા આંકડા લખેલી ડાયરી, રોકડા, મોબાઇલ સહિતરૂ.20,930 જપ્ત કરાયા હતા. પૂછપરછમાં જુગાર મુળચંદ બજરંયનો રહીશ ધીરૂ જેશીંગભાઇ કોળી રમાડતો હોવાનું ખૂલ્યું હતું.
પતરાવાળી હોટેલ પાસેથી વરલીનો મટકાનો જુગાર રમતા 5 ઝડપાયા
સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પતરાવાળી હોટેલ પાસેની ગલીમાં દરોડો કર્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રતાપ કોડીયા, હર્ષદ ગુર્જર, ક્રિપાલસિંહ ઝાલા, રણજીતસિંહ ઝાલાને ઝડપ્યા હતા. તેમની પાસેથી રોકડા, મોબાઇલ, બાઇક સહિતરૂ.42,480નો મુદ્દામાલ જપ્ત કરાયો હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.