કોરોના:જિલ્લામાં સોમવારે કોરોનાના 5 કેસ: 10,026એ રસી લીધી

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 117માંથી 82 લોકો સાજા થયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વઢવાણ ગ્રામ્યમાં-1 અને શહેરી વિસ્તારમાં- 4 સહિત કુલ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ દિવસે 7748 બુસ્ટર ડોઝ સાથે કુલ 10,026 લોકોએ રસી લીધી હતી. 2 દર્દી સાજા થતા હાલ જિલ્લામાં 35 એક્ટિવ કેસ રહ્યા હતા.

જિલ્લામાં સોમવારે આરટીપીસીઆરના-840 અને એન્ટિજનના-97 સહિત કુલ 937 લોકોના ટેસ્ટ કરાયા હતા. પરિણામે એક દિવસમાં વઢવાણ તાલુકામાં 5 કેસ નોંધાયા હતા. જેમાં ગ્રામ્યમાં-1 અને શહેરી વિસ્તારમાં-4 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા. જ્યારે આ દિવસ 2 દર્દી સાજા થતા જિલ્લામાં હાલ કુલ 117 કેસમાંથી 82 લોકો સાજા થતા હાલ 35 એક્ટિવ કેસ રહ્યા છે.

સોમવારે 64 કેન્દ્ર પર 10,026 લોકોએ રસી મુકાવતા રસીકરણનો કુલ આંક 31,59,186 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં 14,78,822 લોકોએ પ્રથમ તેમજ 15,82,073 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 98,291 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. કુલ રસીકરણમાં 16,39,284 પુરૂષો તેમજ 14,21,068 મહિલાઓએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...