કોરોના અપડેટ:બુધવારે કોરોનાના 5 કેસ 4 સાજા થયા: 35 એક્ટિવ કેસ

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વઢવાણમાં 3, ધ્રાંગધ્રા, લીંબડીમાં 1 કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે કુલ કોરોનાના 5 કેસ નોંધાયા હતા. જેમાં વઢવાણમાં-3, ધ્રાંગધ્રામાં-1 અને લીંબડીમાં-1 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયો હતો. આ દિવસે 7408 બુસ્ટર ડોઝ સાથે કુલ 11,171 લોકોએ રસી લીધી હતી. 4 દર્દી સાજા થતા હાલ જિલ્લામાં 35 એક્ટિવ કેસ રહ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે આરટીપીસીઆરના-809 અને એન્ટિજનના-108 સહિત કુલ 917 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ ગ્રામ્યમાં-1, વઢવાણ શહેરમાં-2, ધ્રાંગધ્રામાં-1 અને લીંબડીમાં-1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા.

જ્યારે આ દિવસ 4 દર્દી સાજા થતા જિલ્લામાં હાલ કુલ 126 કેસમાંથી 91 લોકો સાજા થતા હાલ 35 એક્ટિવ કેસ રહ્યા છે. જ્યારે બુધવારે 63 કેન્દ્ર પર 11,171 લોકોએ રસી મુકાવતા રસીકરણનો કુલ આંક 31,79,786 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં 14,79,894 લોકોએ પ્રથમ તેમજ 15,87,485 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

જ્યારે 1,12,407 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. કુલ રસીકરણમાં 16,43,305 પુરૂષો તેમજ 14,23,531 મહિલાઓએ રસી લીધી હતી. જેમાં કોવિશિલ્ડની 24,96,264 અને કોવેક્સિનની 6,01,057 લોકોએ ડોઝ લીધો હતો. જિલ્લામાં 12થી 14 વર્ષના લોકોએ 82,465 કોબર વેક્સનની ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...