આતંક મચાવનારા 5 આરોપીને પાસા:સુરેન્દ્રનગરમાં રસ્તા પર આતંક મચાવનારા 5 આરોપીને પાસા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લી તલવાર સાથે કારમાં આવી આતંક મચાવ્યો હતો

સુરેન્દ્રનગર શહેરના 80 ફૂંટ રોડ ઉપર જાહેર રસ્તાઓ ઉપર ખુલ્લી તલવારો સાથે કારમાં આવેલા આરોપીઓએ બીજા કાર સાથે અથડાવીને આતંક મચાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા 5 શખ્સો સામે પોલીસે પાસનુ શસ્ત્ર ઉગામીને અન્ય જિલ્લાની જેલમાં ધકેલી દિધા હતા.

જિલ્લામાં ભાંગફોડ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માટે આઇજી અશોકકુમાર યાદવે સુચના આપી હતી. જેના આધારે ડીએસપી હરેશકુમાર દૂધાતે આવા શખ્સોની યાદી તૈયાર કરી ને તેમની પાસે પાસાની કાર્યવહી હાથ ધરી હતી.

જેમાં થોડા મહિનાઓ પહેલા સુરેન્દ્રનગરના 80 ફૂંટ રોડ ઉપર ભૂંડ પકડવાની તરકારમાં સરદારજીના એક ગૃપે બીજા ગૃપના સભ્યોની કાર સાથે ધડાધડ પોતાની કાર અથડાવીને હાથમાં ખુલ્લી તલવારો સાથે ધોળા દિવસે અને તે પણ જાહેરમાં હુમલો કર્યો હતો. આતંક મચાવવાની આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો હતો.

પોલીસે આરોપીને પકડીને કાયદાનુ ભાન પણ કરાવ્યુ હતુ. ત્યારે 5 આરોપી સામે પાસાની કાર્યવાહી કરીને એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી તથા સ્ટાફે આરોપીઓને પકડી લીધા હતા. જેમાં ઇરાસીંગ ઇશ્વરસીંગ ટાંકને સુરતની જેલમાં જયારે બહાદુરસીંગ ઇશ્વરસીંગ ટાંકને સાબરમતી અમદાવાદ તો શેરસીંગ ઇશ્વરસીંગ ટાંકને વડોદરાની જેલમાં મોકલી આપ્યા હતા. જયારે અવતારસીંગ હિરાસીંગ ટાંકને ભૂજ અને તીરથસિંહ રાજુસીંગ ટાંકને સુરતની જેલમાં મોકલી અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...