ગામના રાજા બનવા લાગશે હોડ:ઝાલાવાડમાં 498 પંચાયતની ચૂંટણી ડિસેમ્બરમાં, પોતાના સમર્થનના સરપંચ ચૂંટાય તે માટે ભાજપ-કોંગ્રેસની કવાયત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીને કારણે અત્યારથી જ માહોલ જામી ગયો છે - Divya Bhaskar
ચૂંટણીને કારણે અત્યારથી જ માહોલ જામી ગયો છે

ઝાલાવાડમાં ગામડાઓ પણ વર્તમાન સમયે વિકાસની હરણફાળ ફરી રહ્યા છે. લાખોની ગ્રાન્ટો આવતા આજે ગામડા પણ સુવિધાઓથી સજ્જ થયા છે. જિલ્લાના 498 ગામડામાં સરપંચની મુદત પૂરી થઇ રહી છે. જેથી ડિસેમ્બરમાં તમમામ ગામમાં સરપંચની ચૂંટણી યોજાવાને કારણે અત્યારથી જ ચૂંટણીનો માહોલ જામી ગયો છે. સરપંચની ચૂંટણી રાજકીય પક્ષના બેનર નીચે નથી લડાતી છતાં ભાજપ, કોંગ્રેસ બંને પોતાના સમર્થનના સરપંચ ચૂંટાય તે માટે કવાયત કરતા થઇ ગયા છે.

ચૂંટણી EVMથી નહીં બેલેટ પેપરથી યોજાશે
સરપંચ એટલે ગામના રાજા માનવામાં આવે છે.વર્તમાન સમયે સરકાર દ્રારા સરપંચોને મોટી રકમની ગ્રાન્ટની સાથે ઘણી બધી સત્તાઓ પણ આપવામાં આવી છે. જિલ્લાના 498 ગામના સરપંચની મુદત પૂરી થતા ડિસેમ્બરમાં તમામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે. ગ્રામપંચાયતના સરપંચોની બેઠકો પર ઇવીએમના સ્થાને મતપેટી અને બેલેટ પેપરના ઉપયોગથી મતદાન થવા જઇ રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો કાયમ હોવાનું જણાયું હતું. ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં તમામ પક્ષો જે આગામી વિધાનસભાની તૈયારીઓ કરી રહ્યા છે તેઓ ગ્રામ્યકક્ષાએ પોતાની સ્થિતિ મજબૂત કરવા પોતાના સમર્થક સરપંચ આવેતેવા પ્રયાસો કરવા માંગશે.આમ ગ્રામપંચાયતની ચૂંટણીઓ ગ્રામ્યવિસ્તારોના લોકોનો કોની તરફ ઝોક રહેશે તે પણ નક્કી કરનાર છે.

સુરેન્દ્રનગરની તાલુકાદીઠ ગ્રામ પંચાયતની બેઠકો

તાલુકોબેઠક
વઢવાણ37
લખતર42
લીંબડી48
ચૂડા36
સાયલા60
મૂળી49
ચોટીલા68
થાન23
ધ્રાંગધ્રા60
પાટડી75
કુલ498

​​​​​​​

સમરસ ગ્રામ પંચાયતને એક લાખ અને મહિલા સમરસને 2 લાખ મળે છે
બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામપંચાયતોને મળતું 2001 અગાઉ અપાતા 1000 અને 2000ની જગ્યાએ સરકારે ઓક્ટોબર-2001થી સમરસ ગ્રામપંચાયતને પ્રોત્સાહન આપવા 1 લાખ સુધીનું અનુદાન આપવાનું નક્કી કરાયું છે. જ્યારે મહિલા સમરસ ગ્રામપંચાયતને બે ગણુ એટલે કે 2 લાખ અનુદાન મળે છે.

50% સ્ત્રીઓની અનામત બેઠકો નિર્ણાયક
જિલ્લામાં 498 ગ્રામપંચાયતની બેઠકો પર ચૂંટણીનું આયોજન ડિસેમ્બરમાં થનાર છે. મહિલાઓને મળતી 50 ટકા અનામતની બેઠકો છે.જ્યારે જે તે કેટેગરીમાં પણ મહિલાઓને 50 ટકા અનામત છે. આથી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મહિલા ઉમેદવારો અને મહિલા મતદારો પણ મહત્વનો ભાગ ભજવનાર છે.

અન્ય સમાચારો પણ છે...